Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે એક જ પરિવારના ૬ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, ૬ એ ૬ હાર્યા!

    મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે એક જ પરિવારના ૬ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, ૬ એ ૬ હાર્યા!

    City Today DailyBy City Today DailyDecember 22, 2025

    મુંબઈ, તા.૨૨
    મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી પ્રભુત્વ જમાવ્યું હોવા છતાં, નાંદેડ જિલ્લાની લોહા નગરપાલિકામાં પક્ષને કારમો પરાજય સહન કરવો પડ્યો છે.
    ભાજપે અહીં પરિવારવાદનો દાવ ખેલતાં એક જ પરિવારના છ સભ્યોને ટિકિટ આપી હતી, પરંતુ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આ તમામ છ ઉમેદવારોને હરાવીને ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. ખાસ વાત એ છે કે અજિત પવાર પોતે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે અને મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે, તેમ છતાં લોહામાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી હતી.
    લોહા નગરપાલિકામાં મેયર પદ માટે ભાજપે પ્રભાવશાળી નેતા ગજાનન સૂર્યવંશી પર પસંદગી ઉતારી હતી, પરંતુ એનસીપીના શરદ પવારે તેમને પરાજય આપ્યો હતો. ગજાનન સૂર્યવંશી ઉપરાંત તેમના પત્ની ગોદાવરી, ભાઈ સચિન, ભાભી સુપ્રિયા, બનેવી યુવરાજ વાઘમારે અને ભત્રીજાની પત્ની રીના વ્યવહારે એમ પરિવારના તમામ છ સભ્યો ચૂંટણી હારી ગયા છે.
    લોહા નગર પરિષદમાં એનસીપીનું વર્ચસ્વ જાેવા મળ્યું હતું, જ્યાં પ્રમુખ પદ સહિત કુલ ૧૭ બેઠકો પર એનસીપીનો વિજય થયો છે, જ્યારે ભાજપ, શિવસેના અને કોંગ્રેસના ફાળે માત્ર એક-એક બેઠક આવી છે. ચૂંટણી પહેલા એક જ પરિવારના છ સભ્યોને મેદાનમાં ઉતારવાના ભાજપના ર્નિણયની ભારે ટીકા થઈ હતી.
    વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીએ ભાજપ પર ‘વંશવાદી રાજનીતિ‘નો આરોપ લગાવીને કટાક્ષ પણ કર્યો હતો. અજિત પવાર જૂથના નેતા પ્રતાપરાવ ગોવિંદરાવ ચીખલીકરે પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપને સ્થાનિક સ્તરે યોગ્ય ઉમેદવારો ન મળતાં તેમણે એક જ પરિવાર પર ર્નિભર રહેવું પડ્યું હતું. નાંદેડ જિલ્લામાં અશોક ચવ્હાણ જેવા દિગ્ગજ નેતા ભાજપમાં જાેડાયા હોવા છતાં લોહામાં પક્ષની આ હાર ચર્ચાનો વિષય બની છે. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો એનસીપીએ લોહા, કંધાર, દેગલૂર અને ઉમરીમાં જીત મેળવી છે, જ્યારે ભાજપે કુંડલવાડી, મુધખેડ અને ભોકર નગર પરિષદો પર કબજાે જમાવ્યો છે.

    Post Views: 337
    ૬ એ ૬ હાર્યા! મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે એક જ પરિવારના ૬ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
    Previous Articleચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં ગુલાલ ઉડાડતાં ભયંકર આગ
    Next Article અરવલ્લી પર્વતમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.