Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 29
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ની હાલની કામગીરી જોઈ એટલું ચોક્કસ અનુભવ થાય છે કે,તેઓ ચૂંટણી પંચ કરતા ભાજપ પંચના ઇશારે વધુ મહત્વ આપી રહ્યા છે :અસલમ સાયકલવાલા

    ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ની હાલની કામગીરી જોઈ એટલું ચોક્કસ અનુભવ થાય છે કે,તેઓ ચૂંટણી પંચ કરતા ભાજપ પંચના ઇશારે વધુ મહત્વ આપી રહ્યા છે :અસલમ સાયકલવાલા

    City Today DailyBy City Today DailyFebruary 1, 2026

     લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ની કચેરીનું વહીવટ તાકીદે સદ્રઢ અને સવ્યવસ્થિત કરવા તેમજ હાલના વિવાદસ્પદ મતદાર નોંધણી અધિકારી ને સ્થાને અન્ય અધિકારીશ્રીની નિગરાની હેઠળ “સર” અંતર્ગત મતદાર યાદી પ્રક્રિયા હાથ ધરવા  માંગ  : અસલમ સાયકલવાલા

    સિટી ટુડે સુરત, તા.01

    ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે, ૧૬૩-લિંબાયત વિધાનસભામાંથી સૌથી વધુ પરપ્રાંતીય ગરીબ શ્રમિક વર્ગનાં મતદારો છે જેનાથી આપશ્રી વિદિત છો.ચૂંટણી પંચના આદેશ થી તા. ૪/૧૧/૨૦૨૫ થી “સર” અંર્તગત મતદાર યાદી સુધારણા અભિયાન પ્રક્રિયા ચાલી રહી છે આપના કાર્યક્ષેત્રમાં કુલ ૧૬ વિધાનસભા બેઠક પૈકી સૌથી વધુ નબળો અને કથળેલ વહીવટ હોય તો એ અડાજણ સ્થિત ૧૬૩- લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી અને નાયબ નિયામક પ્રાદેશિક તાલીમ કેન્દ્ર (સ્પીપા)-સુરતનું છે એ એટલા માટે કે,સદર કચેરીમાં પ્રવેશ દ્વાર થી લઈ કચેરીનાં અંદરના ભાગે કોઈપણ જગ્યા પર CCTV કેમેરા લાગ્યા નથી જ્યારે સરકારી આ સ્પીપા સિવાયની તમામ કચેરીઓમાં આ સુવિધા છે પરંતુ જ્યાં સૌથી વધુ સંવેદનશીલ અને વિવાદસ્પદ વિધાનસભા ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણીનું કાર્યક્ષેત્ર છે તે સ્થળે CCTV કેમેરાની વ્યવસ્થા ન હોવી એ એના સુદ્રઢ અને સુવ્યવસ્થિત વહીવટ માટે શંકા ઉપજાવનારું છે જે બાબત અતિ ગંભીર હોય આપના દ્વારા સદર કચેરીમાં તાકીદે CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવે એ અત્યંત આવશ્યક છે.
    “સર” પ્રક્રિયાની શરૂઆતમાં તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલ દ્વારા એક ચોક્કસ જાતિ-ધર્મના બીએલઓશ્રીઓ ને બાકાત રાખી વિવાદસ્પદ મીટિંગનું આયોજન થયેલ જેની મારા દ્વારા આપશ્રી ને એજ દિવસે મોબાઇલ/ઈમેલ દ્વારા લેખિત વિસ્તૃત માહિતી સાથે રજુઆત તેમજ તપાસની માંગણી થયેલ અને આપશ્રી એ તાકીદે સદર ફરિયાદ બાબતે ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ને તબદીલ કરેલ તેમ છતાં મારી લેખિત ફરિયાદમાં કોઈપણ પ્રકારની સચોટ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ ન કરી સંગીતા પાટીલ દ્વારા “સર” મતદાર યાદીમાં સુવ્યવસ્થિત રચાયેલ ષડયંત્રમાં જાણી જોઈને “આંખ આડા કાન કરી” યેનકેન પ્રકારે ભીનું સંકેલવાનું પ્રયાસ સદર કચેરી દ્વારા થયેલ છે જે બાબત ચૂંટણી પંચની કહેવાતી પારદર્શી વહીવટ માટે યોગ્ય નથી જેથી મારી સદર ફરિયાદમાં ફરી અન્ય અધિકારીશ્રી મારફત તપાસ થવી જરૂરી છે.
    સદર કચેરીમાં એન્યુમરેશન ફોર્મ પ્રક્રિયા સમયે પણ નબળી કામગીરી ના કારણે આપના દ્વારા બુથ દીઠ બે બીએલઓશ્રી નિયુક્ત કરાયા તેમ છતાં આપના કાર્યક્ષેત્રમાં મતદારોની ટકાવારી પ્રમાણે સૌથી વધુ મતદારો એટલે આશરે ૧૦૬૦૦૦ જેટલા મતદારો એ એન્યુમોશન ફોર્મ ભરીને પરત કરેલ નહીં જે બાબત પણ એમના નબળા વહીવટ માટે ધ્યાને લેવી જરૂરી છે.
    ઉપરાંત “સર” અંતર્ગત પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ મતદાર યાદી માંથી મુસ્લિમ સમાજના મતદારોના નામ કમી કરવા હાલમાં તા.૧૨/૧/૨૦૨૬ થી ૩૦/૧/૨૦૨૬ સુધી કોઈપણ પ્રકારના યોગ્ય પુરાવા રજુ કર્યા વગર ભાજપ દ્વારા આશરે ૩૦,૭૦૦ જેટલા ગરીબ શ્રમિક વર્ગના મતદારો સામે વાંધા અરજી ફોર્મ નં. ૭ નો થયેલ દુરપયોગ બાબતે આવી પાયાવિહોણી અરજીઓ ને રદ્દ કરવાની માંગણી તેમજ સાયા મતદારો સાથે ન્યાય કરવાની રજુઆતો તેમજ પુરાવા વગરની અરજી કરનારાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણીઓ બાબતે આજદિન સુધી સદર કચેરી દ્વારા કોઈપણ પ્રકારનું સકારાત્મક વલણ રાખવામાં આવેલ નથી કે,અમો ને આ અતિ ગંભીર રજુઆત બાબતે લેખિતમાં જવાબ આપતા નથી ઉપરાંત હાલમાં છેલા બે દિવસ દરમિયાન સદર કચેરીમાં ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ નં. ૬ ભારે સંખ્યામાં જમા કરવામાં આવેલ છે જેથી સદર વિધાનસભામાં જે ફોર્મ નં. ૬ જમા થયા છે એ તમામ સામે બીએલઓશ્રી ને સૂચના આપવામાં આવે કે,એ તમામ ઓફલાઈન ફોર્મ નં. ૬ સામે તટસ્થ અને નિષ્પક્ષ રીતે તપાસ કરીને મતદાર યાદીમાં નામ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ અને એમાં રાજકીય હાથો બની કોઈ એ ગેરરીતિ કરેલ હોય તો એવા વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
    ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારીશ્રી ની હાલની કામગીરી જોઈ એટલું ચોક્કસ અનુભવ થાય છે કે,તેઓ ચૂંટણી પંચ કરતા ભાજપ પંચના ઇશારે વધુ મહત્વ આપી રહ્યા છે જેથી આવા અધિકારીશ્રી ની નિગરાની હેઠળ “સર” અંતર્ગત મતદાર યાદી સુવ્યવસ્થિત અને ન્યાયિક બને એ શક્ય નથી.”સર” જેવી અતિ મહત્વની કામગીરીમાં સદર કચેરીનું વહીવટ શરૂઆત થી આજદિન સુધી શંકાસ્પદ અને વિવાદસ્પદ વધુ રહ્યું છે જેથી આપશ્રી દ્વારા ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર નોંધણી અધિકારી પદે અન્ય કોઈ ઉચ્ચ અધિકારી ને જવાબદારી સ્થાનિક ગરીબ શ્રમિક વર્ગના મતદારોના હિતમાં આપવામાં આવે એવી મારી વિનંતી સાથે માંગણી છે અને જો આપના દ્વારા પણ મારી સમગ્ર વિસ્તૃત રજુઆત બાબતે સંતોષકારક ન્યાય ન મળે તો મારે ન છૂટકે આવનારા દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટ જવાની અચૂક ફરજ પડશે જે આપણી જાણ સારૂ.

    Post Views: 351
    @ASLAMCAYCALWALA #sir
    Previous Articleकांग्रेस पार्टी ने गुजरात में जारी SIR प्रक्रिया में जो भांडा फ़ोड़ किया था उसमें आख़िरकार एक बड़ी क़ामियाबी मिली है। ग्यासुद्दीन शेख : इमरान खेड़ावाला
    Next Article સુરત શહેર લઘુમતી વિભાગ દ્વારા કરવામાં આવ્યું સંમેલન નુ આયોજન.

    Related Posts

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.