Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    City Today DailyBy City Today DailyAugust 2, 2026

    સિટી ટુડે: સુરત: 02

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ……

    કેસની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી અજરૂદ્દીન નિઝામુદ્દીન આરીવાલાની માતાનાઓ પાસેથી આરોપી અસલમ અબ્દુલ રઝાક, રહે. : રામપુરાનાઓએ લબ્બેક એપાર્ટમેન્ટનું બાંધકામ કરતા હોય અને ફરીયાદીના ઘરની સામે ઉપરોક્ત બાંધકામ કરતા હોય અને ફરીયાદીના પિતા નિઝામભાઇ આરીવાલાનાઓને રોજબરોજ મળતા હોય અને ફરીયાદીના પિતા સાથે સારા સંબંધો કેળવેલા અને ફરીયાદી વિગેરેની હાજરીમાં ફરીયાદીના માતા કનેથી ₹ ૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા ટુકડે-ટુકડે ઉધાર મેળવેલા અને તેઓ બાંધકામના વેપાર સાથે સંકળાયેલા હોય તેથી નફા પેટે દર મહીને રૂપિયા ₹ ૫,૫૦૦/- આપવાનું નક્કી કરેલ અને ટુકડે ટુકડે નાણાં મેળવેલ અને તે બદલ નોટરી રૂબરૂ લખાણ કરીને ફરીયાદીની માતાને આપેલ હોય પરંતુ ત્યારબાદ આરોપીએ નફો પણ નહીં આપેલ અને અસલ નાણાં પણ ન આપતા અને સમય પસાર કરતા હોય તેથી ફરીયાદીની માતાએ આરોપી વિરૂદ્ધ લાલગેટ પો. સ્ટે.માં ફરીયાદ આપેલ અને જે કામે ત્યારબાદ આરોપીએ પાર્ટ પેમેન્ટ પેટે ₹ ૨,૫૦,૦૦૦/- નો ચેક આપેલ અને બાકીના નાણાં નફા સહિતના જે કુલ્લે હૈં ૮,૫૦,૦૦૦/- થતા હોય તે ચૂકવી આપવાની બાંહેધરી આપેલ. પરંતુ ત્યારબાદ ચેક બેન્કમાં આરોપીની સુચના મુજબ ભરતા તે ચેક બેન્કમાંથી પરત આવતા ફરીયાદીની માતાએ ફરીયાદીને કુલમુખત્યાર તરીકેના સત્તા આપેલ અને ત્યારબાદ ફરીયાદીનાઓએ તેમના એડવોકેટ આસીફ એસ. વોરા તથા મહેશ જે. પડયા મારફતે આરોપીને નોટીસ આપેલ. જે એન.આઇ. એક્ટ ૧૩૮ ની નોટીસ આરોપીને બજી ગયેલ હોવાછતાં આરોપીએ કોઇ નાણાંની ચુકવણી કે જવાબ આપેલ ન હોય તેથી ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ચેક રીટર્ન બાબતે ધી નેગો. ઇન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરાવેલ. જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના એડવોકેટ આસીફ. એચ. વોરા તથા મહેશ જે. પડાયાની ધારદાર રજુઆતો અને દલીલો ધ્યાને લઇ અને રેકર્ડ ઉપરનાર પુરાવા ધ્યાને લઇ આરોપીને ઉપરોક્ત ગુનાના કામે તકસીરવાન ઠેરવી આરોપીને નેગો. ઇન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ મુજબના કામે ૧ વર્ષની સજાનોહુકમ કરેલ અને ફરીયાદીને ૩૦ દિવસમાં ચેકની રકમ હૈં ૨,૫૦,૦૦૦/- ચેક રોટર્નની તારીખથી ૬% સાદાસાદા વ્યાજ ચુકવવાનો હુકમ કરેલ છે. ફરીયાદી તરફે એડવોકેટ આસીફ એચ. વોરા તથા એડવોકેટ મહેશ જે. પડાયાએ ફરીયાદ દાખલ કરાવેલ અને હાજરી રહી દલીલો કરેલ.

    Post Views: 62
    @suratadvocate #138 #suratcourt
    Previous Articleસુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક
    Next Article કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Related Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.