Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 19
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    City Today DailyBy City Today DailyAugust 4, 2026

    સુરત, તા….

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના મહીધરપુરા ખાતે રહેતા રાહુલના વર્ષ 2015 માં ઉત્રાણ ખાતે રહેતી સીમા (બંને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે લગ્ન થયા હતા. દરમ્યાન બંને વચ્ચે મતભેદ થતાં તેઓ માર્ચ 2023 થી છૂટા પડી ગયા હતા. જેમાં પતિ સિએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) અને પત્ની કેનેડા કામકાજ અર્થે જતા રહ્યા હતા, અને કાયમ માટે છુટા થવા બંનેએ પાવર ઓફ એટર્ની મારફતે અત્રેની કોર્ટમાં છુટાછેડાનો દાવો દાખલ કર્યો હતો. જેમાં પતિ તરફે એડવોકેટ દેવાંગ કંસારા અને પત્ની તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ રજૂઆત કરી હતી. કોર્ટ કાર્યવાહી દરમ્યાન બંનેને વધુ પુરાવાના સ્ટેજ વખતે રૂબરૂ અથવા એમ્બેસી મારફતે હાજર રહી સોગંદનામુ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પરંતુ પક્ષકારોના એડવોકેટ કંસારા અને એડવોકેટ જોગડિયાએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો સંદર્ભ આપી વૈવાહિક તકરારના કેસોમાં ડિજિટલ વિકલ્પ અપનાવી વિડિયો કોન્ફરસીંગ (વર્ચ્યુઅલ હાજરી) થી આગળની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેના આધારે આ દંપતીએ વિડીયો કોન્ફર્સિંગથી જુબાની આપી હતી અને અંતે કોર્ટે છુટાછેડાનો દાવો મંજૂર કર્યો હતો.

    વધુમાં એડવોકેટ જોગડિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં એપ્રિલ 2026 માં ઓસ્ટ્રેલિયા રહેતા પતિની જુબાની વિડિયો કોન્ફરસીંગથી લેવા બાબતે મહત્વનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો હતો. જેમાં કોર્ટે ટાંક્યું હતું કે, ટેકનોલોજી ન્યાયની દાસી બનવી જોઈએ, રસ્તાનો પથ્થર નહીં. તે સહેલી, સચોટ અને પક્ષકારો માટે સુલભ હોવી જોઈએ.

    Post Views: 68
    #suratcourt #suratadv #surat #divorce #courts
    Previous Articleચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ
    Next Article પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.