Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની ગઈ છે

    કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની ગઈ છે

    City Today DailyBy City Today DailyDecember 15, 2024

    અમદાવાદ, તા.૧૫
    ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે. મંડળ કક્ષાના સંગઠનનું વિસ્તરણ કરવાની પાર્ટીની યોજના છે. હાલ ભાજપમાં આંતરિક રીતે ૫૮૦ મંડળ અસ્તિત્વમાં છે. જેને વધારીને ૮૦૦ કરવાનું આયોજન છે. પરંતું આ વચ્ચે મોટી ખબર એ છે કે, કેટલાક શહેરોને એક નહિ, બે પ્રમુખ મળવાના છે. જેમાં ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદને પણ બે શહેર મળશે.
    ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને ૨ સંગઠન પ્રમુખ મળશે. અમદાવાદ અને સુરત મહાનગરને પણ ૨ સંગઠન પ્રમુખ બનશે. ૫૦ થી ૭૦ બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે. ભાજપના આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવશે. અમદાવાદના બે અલગ અલગ ભાગ બનશે. જેમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બે ભાગ હશે. ભાજપના સૂત્રો અનુસાર, અમદાવાદ શહેર વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે. તેથી તેનું વિભાજન કરીને તેને બે પ્રમુખ આપી શકાય છે. સાથે જ અનેક કાર્યકર્તાઓની પાર્ટી તરફથી અપેક્ષા હોય છે. બે પ્રમુખ આપીને પણ કેટલાકની ઈચ્છાઓની પૂરી કરી શકાય છે. હાલ આ મુદ્દે વિચાર ચાલી રહ્યો છે.
    અમદાવાદના બે પ્રમુખોની નીચે સંગઠનનું માળખું રચાશે. તેમાં વોર્ડ પ્રમુખથી માંડીને તમામ મોરચા અને બાકીના સભ્યો તેમના સંબંધિત પ્રમુખને રિપોર્ટ કરશે. આ ઉપરાંત બન્ને વિભાગનું મુખ્ય સંગઠન માળખું શહેર પ્રભારીને રીપોર્ટ કરશે. વિભાજનથી કામ વધુ સારું થશે. ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને ૨ સંગઠન પ્રમુખ મળશે.
    અમદાવાદ અને સુરત મહાનગરને પણ ૨ સંગઠન પ્રમુખ બનશે. ૫૦ થી ૭૦ બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે.
    આ કારણે સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન થયા બાદ વોર્ડ અને મંડળ પ્રમુખ જાહેર કરવાના હોવાથી હાલ પ્રક્રિયા અટકાવી છે. ઉલ્લેખનીય છે કે, ૯ થી ૧૨ ડિસેમ્બર સુધી વોર્ડ અને મંડળ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા ચાલવાની હતી જે અટકાવી દેવાઈ છે. હવે ૧૫મી ડિસેમ્બર પછી વોર્ડ અને મંડળ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

    Post Views: 858
    @BJP @SURATBJP
    Previous Articleહુસેન-ડી કંપની દ્વારા બેંક એકાઉન્ટની સાથે-સાથે હજારોની સંખ્યામાં સીમકાર્ડ ચોકલેટના પેકેટમાં દુબઇ મોકલવામાં આવ્યા?
    Next Article ઉધના રેલ્વે સ્ટેશન શ્રમિક રિક્ષાચાલકોની કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જી.આર.પી. પોલીસકર્મી વિરુદ્ધ કરેલ રજુઆત ફળી જી.આર.પી. વિવાદી પોલીસ કર્મી પ્રકાશની તાત્કાલિક અસરથી અન્ય સ્થળે કરવામાં આવી બદલી

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.