સુરતથી હજારો સીમકાર્ડર્ મોકલનાર હુસેન-ડી, તૌફિક, અબ્રાર, હૈદર અલી, અફઝલ,
રેહાન, સાહિલ, અલ્તાફ જેવા અનેક લોકોના પાસપોર્ટ ચેક કરવામાં આવે તો સુરતથી
હજારોની સંખ્યામાં સીમકાર્ડ દુબઇમાં અલી નામના ઇસમને પહોંચાડવામાં આવ્યા હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૧૫
સુરત શહેરમાંથી સામાન્ય પરિવારના લોકો પાસેથી તેમના ડોક્યુમેન્ટના આધારે સીમકાર્ડ તથા બેંક એકાઉન્ટો દુબઇમાં મોકલવા બાબતે હુસેન-ડી કંપની મોખરે હોવાની ચર્ચા ચાલી રહી છે. હુસેન-ડી કંપનીમાં બેંક એકાઉન્ટો સાથે-સાથે ૧૫ દિવસ એક્ટિવ રહેતા એરટેલ કંપનીના સીમકાર્ડની દુબઇમાં માંગ હોવાથી અબ્રાર, હૈદર અલી, અફઝલ, રેહાન, સાહિલ નામના ઇસમો દ્વારા દુબઇના એક કૌભાંડી જે વલસાડનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને સીમકાર્ડ પહોંચાડવા હુસેન-ડી કંપનીના તમામ મળતિયાઓ દ્વારા દુબઇ ખાતે ટ્રીપો પણ મારવામાં આવી છે. તથા અન્ય ઇસમોને ૨૦ થી ૨૫ હજાર રૂપિયાની લાલચ આપી ચોકલેટના બોક્સમાં સીમકાર્ડની સ્મગલિંગ થતી હોવાની વિગતો સપાટી આવી છે. એક્સિસ બેંકના એકાઉન્ટો અને એરટેલ કંપનીના સીમકાર્ડની દુબઇમાં ભારે ડીમાન્ડ હોવાથી સુરત તથા અન્ય શહેરોમાંથી બોગસ બેંક એકાઉન્ટો તથા એરટેલ કંપનીના સીમકાર્ડની સ્મગલિંગ કરનારા ઇસમોની તપાસ કરવામાં આવે તો અસંખ્ય સીમકાર્ડ અને બેંક એકાઉન્ટો દુબઇ ખાતે પહોંચી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવી રહ્યા હોવાની વાત નકારી શકાય તેમ નથી.