Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત પોલીસ ઉંઘમાં, છ દિવસમાં ત્રણ રેડ મારતી SMC, અધિકારીઓ અને કર્મચારીઓ પર લટકતી સસ્પેન્સનની તલવાર

    સુરત પોલીસ ઉંઘમાં, છ દિવસમાં ત્રણ રેડ મારતી SMC, અધિકારીઓ અને કર્મચારીઓ પર લટકતી સસ્પેન્સનની તલવાર

    City Today DailyBy City Today DailyDecember 16, 2024

    સુરત, તા.૧૬
    સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી વધી રહી છે તો બીજી તરફ છેલ્લા છ દિવસમાં જ ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલે ત્રણ દરોડા પાડી, જુગાર, કોલસા ચોરી અને દારૂનો કેસ કરી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. કામરેજમાં ૭૭ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો, ત્યારબાદ ફરી કામરેજમાં જ ઈમ્પોર્ટેડ કોલસાની ચોરીના રેકેટ પર રેડ કરી, અને અંતે લિંબાયત વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેડ કરીને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડી છે. મંગળવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એક મોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. ટીમે કામરેજના ઉમભેળ નજીક મહાદેવ હોટલ પાસે બે કન્ટેનરને રોક્યા હતા. જે રાજકોટ તરફ જઈ રહ્યા હતા. કન્ટેનરમાં ૭૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ હતો. દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે આ કિસ્સામાં કુલ ૧.૨૭ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલએ એક કન્ટેનરના ડ્રાઈવરને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ આ દારૂનો મૂળ સૂત્રધાર કોણ છે, આ દારૂ કોને પહોંચાડવો હતો અને અન્ય લોકો આ કિસ્સામાં જાેડાયેલા છે કે કેમ તે જાણવા માટે તપાસ શરુ કરી છે. મંગળવારની આ ઘટનાથી માત્ર ૫ દિવસ પહેલાં જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કામરેજના ખડસદ વિસ્તારમાં એક મોટું ઇમ્પોર્ટેડ કોલસા ચોરીનું રેકેટ પકડી પાડ્યું હતું. ૪૫.૬૯ લાખના મુદ્દામાલ સાથે આ રેકેટના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પાંચ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારના નીલગીરી ફાટક નજીક ચાલતા એક જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેઈડ દરમ્યાન ૬૦ લોકોને દબોચવામાં આવ્યા, અને તેમની પાસેથી ૨.૪૦ લાખ રૂપિયાની રોકડ સાથે જુગારમાં વપરાતા પ્લાસ્ટિકના કોઇન મળ્યા.ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના એક એપાર્ટમેન્ટના ત્રીજા માળની છત પર જુગારધામ ચાલતું હતું, જ્યાં તાડપત્રી બાંધી જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડી જુગાર રમતા અને રમાડતા મળી કુલ ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ જુગારધામનો મુખ્ય સંચાલક સન્ની પાટિલ છે, જે રેડ સમયે ત્યાં હાજર ન હતો.
    સુરત શહેર અને જિલ્લામાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી રેડની કામગીરી બાદ હવે કામરેજના બે અને લીંબાયતના એક કેસમાં ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરશે. જાે જવાબદાર અધિકારીઓની બેદરકારી સાબિત થશે, તો તેમના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઘણા બેદરકારીના કિસ્સાઓમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ થઈ છે. સાથે, એવું જાેવા મળ્યું છે કે ઘણા કિસ્સાઓમાં, જ્યાં સ્થાનિક પોલીસની તપાસમાં કોઈ ખામી જાેવા મળે છે, ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ પણ પોતાની રીતે તપાસ કરી ડીજીને રિપોર્ટ આપવામાં આવે છે.

    Post Views: 683
    અધિકારીઓ અને કર્મચારીઓ પર લટકતી સસ્પેન્સનની તલવાર છ દિવસમાં ત્રણ રેડ મારતી SMC સુરત પોલીસ ઉંઘમાં
    Previous Article૫૫ કરોડની જમીનનાં બોગસ સોદાચીઠ્ઠી તથા આધારકાર્ડ બનાવવાનાં આરોપસર છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા આરોપી રીઝવાનખાનને જામીન અરજી મંજુર કરતી કોર્ટ
    Next Article ૧ જાન્યુઆરીથી ભીખ આપનારાઓ સામે પણ નોંધાશે એફઆઈઆર

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.