(સિટી ટુડે) સુરત,તા.૧૬
આરોપી રીઝવાનખાન બશીરખાન પઠાણ નાઓ વિરૂદ્ધ ઉમરા પો.સ્ટે.માં ઉમરા પો.સ્ટે. એ પાર્ટ.ગુ.૨.નં. ૧૧૨૧૦૦૪૮૨૧૦૭૨૩/૨૦૨૧ થી ઈ.પી.કોડ કલમ-૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૭૦, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદની ટુંકી વિગતો ધ્યાને લેવામાં આવે તો હિતેષભાઈ બધાભાઈ ગોહીલ પોતે વડોદરાના આઈ.બી.નાં પી.આઈ. તરીકેની ખોટી ઓળખ આપીને તેમની સાથે આવેલ ઈક્ષિતસિંહ પરમાર તથા નાથભાઈ ભરવાડ તેમજ મારાભાઈનું સોદાચીઠ્ઠી તથા ચુંટણીકાર્ડમાં ખોટું નામ ધારણ કરનાર ફોટાવાળી વ્યક્તિ ભેગા મળીને પુર્વયોજીત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે ફરીયાદીનાં સગા નાના ભાઈ વિમલભાઈ પટેલ તથા શીલાબેન ઈશ્વરભાઈ જરીવાલાની માલિકી મોજે મજુરાના મોજે ગામ–વેસુના સર્વે/બ્લોક નં. ૧૫૩/૨ થી નોંધાયેલ ખેતીની જુની શરતની જમીન જેનું ક્ષેત્રફળ હે.આરે.૦-૯૦-૯૦ ચો.મી. વાળી જમીન મિલકત બાના પેટે કુલ્લે રૂા.૨૧,૦૦,૦૦૦/- ની બોગસ સોદાચીઠ્ઠી તથા ચુંટણીકાર્ડ બનાવીને સોદાચીઠ્ઠીમાં ફરીયાદીનાં ભાઈની સહી, અંગુઠો તથા ફોટો બોગસ બનાવીને દિપક ચંદુલાલ મિસ્ત્રીને રૂા.૨૩,૫૧,૦૦,૦૦૦/- માં વેચાણ કરીને તેનાં ફરીયાદીની જાણ બહાર બાના પેટે બેંક ઓફ બરોડા, નાનપુરા શાખાનાં વિમલભાઈ પટેલ તથા શીલાબેન જરીવાલાના ફેવરનાં ૧૫-૧૫ લાખનાં બે અલગ અલગ ચેકો સ્વીકારી ફરીયાદીની કિંમતી જમીન પચાવી પાડવાનાં બઈરાદા સાથે બોગસ લખાણ ઉભા કરી છેતરપીડી કરેલ હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે.
સદરહું ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદાર દ્વારા અન્ય આરોપીઓની ધરપકડ કરેલા અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ અને સદરહું ગુનાનાં કામે આરોપી રીઝવાનખાન પઠાણને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવેલ. આરોપી રીઝવાનખાન બશીરખાન પઠાણ નાઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા હતા અને જેઓની ત્રણ વર્ષ પછી ત.ક. અલમદાર દ્વારા ધરપકડ કરવામાં આવેલ. આરોપી રીઝવાનખાન બશીરખાન પઠાણ નાઓએ તેઓનાં વકીલ નદીમ એચ. ચૌધરી નાઓ દ્વારા જામીન ઉપર મુકત થવા નામદાર સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ.જે જામીન અરજીમાં આરોપી તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓની મુખ્ય રજુઆત એ રીતની હતી કે, આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપી પાસેથી કોઈપણ જાતનો દસ્તાવેજ રીકવર કરવામાં આવેલ નહીં તેમજ આરોપીનું નામ ફરીયાદમાં જણાવેલ નથી અને અન્ય આરોપીનાં નિવેદન માત્રથી આરોપીને સદરહું ગુનામાં આરોપી તરીકે દર્શાવેલ છે. આરોપીનું કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન થઈ ગયેલ છે. અને આરોપીએ બોગસ ડોક્યુમેન્ટસ બનાવેલ હોય તેવો કોઈ પુરાવો ત.ક. અમલદાર ઘ્વારા કબજે કરવામાં આવેલ નથી. જેથી આરોપી રીઝવાનખાન બશીરખાન પઠાણ નાઓ ઉપર ઈ.પી.કોડ કલમ-૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૭૦, ૧૨૦(બી), ૩૪ મુજબનો કોઈપણ ગુનો ફલીત થતો નથી. આરોપી રીઝવાનખાન બશીરખાન પઠાણ નાઓ તર્ફે વકીલ નદીમ એચ. ચૌધરી નાઓએ નામદાર સેસન્સ કોર્ટમાં દલીલો કરેલ હતી.