Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, June 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગેરકાનુની નિર્માણ રોકવા સુપ્રિમ કોર્ટે ગાળિયો કસ્યો ગેરકાયદે બાંધકામને કાયદેસર ન જ બનાવી શકાય : સુપ્રિમ કોર્ટ

    ગેરકાનુની નિર્માણ રોકવા સુપ્રિમ કોર્ટે ગાળિયો કસ્યો ગેરકાયદે બાંધકામને કાયદેસર ન જ બનાવી શકાય : સુપ્રિમ કોર્ટ

    City Today DailyBy City Today DailyDecember 18, 2024

    નવી દિલ્હી,તા.૧૮
    સુપ્રિમ કોર્ટે ગેરકાયદે નિર્માણને લઈને એક મોટો ર્નિણય કરી ગેરકાયદે નિર્માણ પર અંકુશ લગાવવા માટે અનેક દિશા નિર્દેશ જાહેર કરતાં કહ્યું હતું કે માત્ર પ્રશાસનિક વિલંબ સમય વીતી જવા કે આર્થિક રોકાણના આધાર પર અનધિકૃત નિર્માણને વેધ ન ઠેરવી શકાય. જસ્ટીસ જે.બી.પારડીવાળા અને આર.માધવનની પીઠે મેરઠનાં શાસ્ત્રીનગર સ્થિત સેન્ટ્રલ માર્કેટમાં આવાસીય ભૂખંડમાં ગેરકાયદે વ્યાવસાયિક નિર્માણને ધ્વસ્ત કરવાના અલાહાબાદ હાઈકોર્ટનાં ફેસલાને યથાવત રાખ્યો છે અને દેશભરમાં ગેરકાયદે નિર્માણ રોકવા માટે બધા રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.બેન્ચે અલહાબાદ હાઈકોર્ટના ૨૦૧૪ ના ફેસલાને પડકારતી અપીલોને ફગાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે દેશભરમાં બિલ્ડરોએ પોતાના પ્રોજેકટનો નકશો પાસ કરાવતી વખતે સંબંધીત ઓથોરીટી કે નિગમ સમક્ષ આ બાબતનુ સોગંદનામું આપવુ પડશે કે નિર્માણ કાર્ય પુરૂ થયા બાદ જ લાભાર્થી કે ખરીદનારને મકાનનો કબ્જાે આપવામાં આવશે.સુપ્રિમે એ પણ આદેશ કર્યો હતો કે નકશામાં કોઈપણ પ્રકારની છેડછાડ બાદ કાર્યપૂર્તિ કે કબજા પ્રમાણપત્ર જાહેર નહીં કરાય.
    સમૃધ્ધિની દોટમાં લાંબાગાળાના નુકસાનની અવગણના ઃ આકરી ટીપ્પણી
    સુપ્રિમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે, રાજયોની સરકારો વારંવાર ગેરકાયદે બાંધકામો વિશે આંખ આડા કાન કરે છે, રોકાણ મેળવવાની હરીફાઇમાં અને રાજયને સમૃધ્ધ બનાવવા માટેના પ્રયાસ કરે છે. પરંતુ એ વાસ્તવિકતાની અવગણના કરે છે કે લાંબાગાળે શહેરી વિકાસને નુકસાન જ થાય છે અને પર્યાવરણ પર પણ પ્રતિકુળ પ્રભાવ પડે છે.  પર્યાવરણને નુકસાની સામે સમૃધ્ધિ કોઇ વિસાતમાં નથી.બેંચ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે, ગેરકાયદે બાંધકામમાં વસવાટ કરતા લોકો ઉપરાંત આસપાસમાં રહેતા લોકોને પણ કાયમ જાેખમની સ્થિતિમાં રહેવું પડે છે. આ સિવાય વીજળી, ભૂગર્ભ જળ, માર્ગો તથા કુદરતી સંસાધનો પર પણ પ્રભાવ પડે છે.માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓ કાયદેસરના વિકાસને લક્ષ્યમાં રાખીને ઉભી કરવામાં આવતી હોય છે. ગઇકાલે બાંધકામને કારણે તેના પર બોજ વધે છે અને વિપરીત અસર પડે છે. સુપ્રિમ કોર્ટે આ ચુકાદાની નકલ તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપરાંત તમામ હાઇકોર્ટોને મોકલી છે.

    Post Views: 1,091
    @ગેરકાનુની નિર્માણ રોકવા સુપ્રિમ કોર્ટે ગાળિયો કસ્યો ગેરકાયદે બાંધકામને કાયદેસર ન જ બનાવી શકાય : સુપ્રિમ કોર્ટ
    Previous Article‘મને ટકાવારી સાથે મતલબ છે કામ હું જાેતો નથી ભષ્ટ્રાચાર માં ગળાડુબ’ સુબીર ટીડીઓ એસીબીની ટ્રેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો
    Next Article દુષ્કર્મના ગુનેગારોને નપુંસક બનાવવાની અરજી કરાઈ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    આવનારા પવીત્ર મોહરમ ના તહેવાર નિમિત્તે પ્રાથમિક સુવિધા આપવા લેખીત પત્ર આપી માંગ કરવામાં આવેલ છે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.