Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 2
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગાઝા નર્ક બન્યું દર કલાકે એક બાળકનું મોત થાય છે

    ગાઝા નર્ક બન્યું દર કલાકે એક બાળકનું મોત થાય છે

    City Today DailyBy City Today DailyDecember 25, 2024

    ગાઝામાં બાળકોને યોગ્ય શિક્ષણ પણ નથી મળી રહ્યું
    ગાઝા, તા.૨૫
    ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હજું સમાપ્ત નથી થયું. ત્યાંની સ્થિતિ દિવસેને-દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ઈઝરાયેલે ગાઝાને ખંડેર બનાવી દીધુ છે. ત્યારે આ વચ્ચે ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયન શરણાર્થીઓ અંગે UNRWA (યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્‌સ એજન્સી)એ એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ગાઝા પટ્ટીમાં દર કલાકે એક બાળકનું મોત થાય છે, ત્યાં બાળકો માટે કોઈ જગ્યા નથી.
    ગાઝામાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૪,૫૦૦ બાળકોના મોત થઈ ગયા છે. દર કલાકે એક બાળક મૃત્યુ પામે છે. આ સંખ્યાઓ નથી. UNRWA એ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે, આ જિંદગીઓ ખતમ થઈ રહી છે. બાળકોની હત્યાને યોગ્ય ન ઠેરવી શકાય. જેઓ બચી જાય છે તેઓ શારીરિક અને ભાવનાત્મક રીતે ઘાયલ થાય છે. ગાઝામાં બાળકોને યોગ્ય શિક્ષણ પણ નથી મળતું, આ બાળકો માટે દર કલાકે ઘડિયાળ ટિક કરી રહી છે, તેઓ પોતાનું જીવન અને ભવિષ્ય ગુમાવી રહ્યા છે. ૭ ઓક્ટોબર ૨૦૨૩થી ઈઝરાયલ દક્ષિણ ઈઝરાયલની સરહદથી હમાસના હુમલાનો બદલો લેવા જવાબી કાર્યવાહી કરવા માટે ગાઝામાં હમાસ વિરુદ્ધ મોટા પાયે હુમલો કરી રહ્યું છે. જેમાં લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૨૫૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ ગાઝા સ્થિત સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઈઝરાયલી હુમલાથી મૃત્યુ પાનેલા પેલેસ્ટાઈનોની સંખ્યા ૪૫,૩૩૮ પર પહોંચી ગઈ છે. સોમવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ સમજૂતી અંગે પણ વાત કરી હતી.
    યુદ્ધવિરામ સમજૂતી પર શું બોલ્યા નેતન્યાહુ?
    – હમાસ સાથે બંધકો માટે યુદ્ધવિરામના સમજૂતીને સુરક્ષિત કરવાના પ્રયાસોમાં વધારો થયો.
    – સમજૂતી સુધી પહોંચવાની સમયમર્યાદા હજુ બાકી છે
    – મને નથી ખબર તેમાં કેટલો સમય લાગશે.

    Post Views: 566
    @GAZA
    Previous Articleસેલેરી ફક્ત ૧૩ હજાર, પોતે ચલાવતો BMW અને ગર્લફ્રેન્ડને ગિફ્ટ કર્યો ૪4BHK
    Next Article ગૃહમંત્રી અમિત શાહના નિધનની અફવા ફેલાવવા પર મોટી કાર્યવાહી

    Related Posts

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    विषय : क्षत्रिय ठाकोर सेना के अभूतपूर्व कार्यक्रम की सराहना करते गिव क्षत्रिय ठाकोर और पाटीदार समाज की तर्ज पर गुजरात के 65 लाख मुस्लिम समाज को मसलक फिरका दरकिनार कर कलमे की बुनियाद पर संगठित होने का ग्यासुद्दीन शेख का आहवान

    January 28, 2026

    આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં

    December 25, 2025
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.