Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, August 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » જમીન પર ગેરકાયદેસર કબ્જાે કરનારો ચેતજાે, લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગની એક સાથે ૩ ફરીયાદ દાખલ કરી

    જમીન પર ગેરકાયદેસર કબ્જાે કરનારો ચેતજાે, લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગની એક સાથે ૩ ફરીયાદ દાખલ કરી

    City Today DailyBy City Today DailyDecember 25, 2024
    • ચટપટીની લારી ચલાવનાર તથા છુટક રીપેરીંગ કરનાર માજીદખાન પઠાણ દ્વારા વરીયાવી બજાર ખાતે આવેલ મિલકતમાં ગેરકાયદેસર કબ્જાે કરનાર ચાર લોકો સામે ફરીયાદ દાખલ કરાઇ

    (સિટી ટુડે) સુરત,તા.૨૫
    લાલગેટ વિસ્તારમાં આવેલ મીરજાશામી હોલ પાસે સીટી સર્વે નં.૧૧/૨૩૬૪- ૨૩૮૨-૨૩૪૧(બ)-૩૦૬૦ વાળી જગ્યા પર માલીકી ન હોવા છતાં ગેરકાયદેસર કબજાે જમાવી બેઠેલા ચાર ઇસમો સામે લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગની ત્રણ જુદી જુદી ફરીયાદો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
    મળતી માહિતી મુજબ, માજીદખાન અહેમદખાન પઠાણ જે છુટક મજુરી તથા ચટપટીની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા મીરઝાશામી મસ્જીદની સામે આવેલ સેર્વ નં.૧૧/૨૩૬૪ તથા અન્ય સર્વે વાળી જગ્યા પર જુનો મકાન મુળ માલીક નીલીનીબેન ધીરેન્દ્ર કોટક પાસેથી ૨૦૧૪-૧૫માં જુદા જુદા દસ્તાવેજના આધારે રૂપિયા ૪,૯૭,૦૦૦/-માં ઉમર નાનવાલા હસ્તક ખરીદેલ હતું. ત્યારબાદ ફરીયાદી દ્વારા ઉમર નાનવાલા સાથે અહિં કબજેદાર તરીકે લૂકમાન તૈય્યબ, સમીર તૈય્યબ, જૈતુનબીબી અન્સારી અને ઇસ્લામ અન્સારીને કબજાે ખાલી કરવા ટકોર કરાતા તેઓએ કબજાે ખાલી કરવાની બાંહેદારી આપ્યા બાદ તથા કબ્જા અંગે કોઇ પુરાવાઓ માંગતા આરોપીઓ દ્વારા કબજા અંગેનો કોઇ પુરાવો રજુ કરી શક્યા ન હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા કબજાે ખાલી નહિં કરાતા ફરીયાદી માજીદ પઠાણે લેન્ડ ગ્રેબીંગના કાયદા મુજબ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરતા કલેકટર કચેરી ખાતેથી પુરાવાઓની ચકાસણી બાદ હુકમ કરવામાં આવતા લાલગેટ પોલીસ મથકના એ.સી.પી. આર.આર. આહિરેના માર્ગદર્શન હેઠળ જુદા જુદા ત્રણ ઘરો મુજબ ગુનો દાખલ કરી ત્રણ ફરીયાદ નોંધવામાં આવી હતી. લાલગેટ પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    Post Views: 1,552
    જમીન પર ગેરકાયદેસર કબ્જાે કરનારો ચેતજાે લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગની એક સાથે ૩ ફરીયાદ દાખલ કરી
    Previous Article‘નામર્દ’ની છાતી પર ‘મર્દ’નું ટેટૂ, ર્નિભયાકાંડમાં આરોપી વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ કરાયો
    Next Article ૧૧ લોકોની હિચકારી હત્યા કરનાર હેવાન સકંજામાં, હત્યા બાદ મૃતદેહ સાથે આરોપી શારીરિક સંબંધ બાંધતો હતા

    Related Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    August 2, 2026
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.