Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હિંસા બાદ સંભલમાં જામા મસ્જિદની સામે બનાવાશે પોલીસ ચોકી

    હિંસા બાદ સંભલમાં જામા મસ્જિદની સામે બનાવાશે પોલીસ ચોકી

    City Today DailyBy City Today DailyDecember 27, 2024

    સંભલ, તા.૨૭
    ઉત્તરપ્રદેશના સંભલમાં ગત ૨૪ નવેમ્બરે શાહી જામા મસ્જિદમાં સર્વે દરમિયાન હિંસા ભડકી હતી. જેને લઈને તંત્રએ મોટો ર્નિણય લીધો છે. હવે શાહી જામા મસ્જિદની સામે ખાલી પડેલા મેદાનમાં નવી પોલીસ ચોકી બનાવવામાં આવશે. તેના માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં એડિશનલ એસપી અને સીઓ શ્રીચંદ્રએ આ જગ્યાની માપણી કરી લીધી છે. સંભલના એડિશનલ એસપી શ્રીચંદ્રએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ‘સુરક્ષાની દૃષ્ટિએ આ જગ્યા પર પોલીસ ચોકી બનવવાનો ર્નિણય લેવાયો છે.
    પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય જલ્દીથી શરૂ કરી દેવાશે.’ જ્યારે પોલીસ ફોર્સની સાથે એએસપી જામા મસ્જિદની બહાર પહોંચ્યા તો મસ્જિદ કમિટી અને આસપાસના લોકો પોતાની જમીનના કાગળ લઈને તેમની પાસે પહોંચ્યા. તેમણે જણાવ્યું કે, આ લોકો એટલા માટે કાગળ લઈને આવ્યા છે કારણ કે તેમનું કહેવું છે કે આ જગ્યા તેમની છે. અમે તેની તપાસ કરીશું. પોલીસ ટીમે તે જગ્યાની માપણી પણ કરી લીધી છે, જ્યાં પોલીસ ચોકી બનવાની છે. જે જગ્યા પર ચોકીનું નિર્માણ કરાશે, તે જગ્યા પર ચૂનો નાખીને નિશાન કરાયું છે.
    ૨૪ નવેમ્બરના રોજ એએસઆઇની ટીમ કોર્ટના આદેશ બાદ સંભલમાં જામા મસ્જિદનું સર્વેક્ષણ કરવા પહોંચી હતી ત્યારે ત્યાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદ ચાર દિવસ સુધી બજારો બંધ રહી હતી અને વિસ્તારમાં તણાવનો માહોલ રહ્યો હતો. સંભલ પ્રશાસને જિલ્લામાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી છે.

    Post Views: 397
    હિંસા બાદ સંભલમાં જામા મસ્જિદની સામે બનાવાશે પોલીસ ચોકી
    Previous Articleઆમ આદમી પાર્ટી સાથે કરાયેલું જાેડાણ ભૂલ હતી : કોંગ્રેસ
    Next Article મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.