Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત પોલીસ કમિશનરે ૫૦૦ આરોપીને સામે બેસાડી ચેતવણી આપી કોઈના ઝઘડામાં પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જશો

    સુરત પોલીસ કમિશનરે ૫૦૦ આરોપીને સામે બેસાડી ચેતવણી આપી કોઈના ઝઘડામાં પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જશો

    City Today DailyBy City Today DailyDecember 27, 2024

    સુરત, તા.૨૭
    ૩૧જંની ઉજવણી પહેલાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લાં ૩ વર્ષમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલા અને જેમની સામે પાસાની કાર્યવાહી થઈ છે તેવા ૫૦૦ લોકોને પોલીસે પરેડ ગ્રાઉન્ડ પર એકત્ર કરીને તેમનો ક્લાસ લીધો હતો. આ દરમિયાન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે તમામ આરોપીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે કોઇના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો. તમને લોકોને છેલ્લી તક આપવામાં આવી રહી છે. સુરતના લોકોને હેરાનગતિ થઈ તો તમારું આવી બનશે.
    છેલ્લાં ૩ વર્ષમાં થયેલા રીઢા ગુનેગારોની ઓળખ પરેડ સુરત પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત પોતે હાજર રહ્યા હતા. શહેરમાંથી ૫૦૦થી વધુ શખસોને એક જ સ્થળે એકત્ર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં તેઓ કોઇપણ ગુનાને અંજામ ન આપે એ માટે પોલીસ કમિશનરે ચેતવણી આપી હતી.
    પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું હતું કે જે લોકો સમાજના લોકોને રંજાળતા રહે છે તેમના પર પાસાની કાર્યવાહી કરવામાં આવે છે. અમુક લોકો એવા છે કે વારંવાર એક જ ગુનો કરતા હોય છે. નવો કાયદો આવ્યો છે. એકથી વધુ ગુનો કરવાવાળા પર અલગથી જાેગવાઈ છે અને આ સેક્શન તમારી પર લાગશે તો તમે લાંબા સમય માટે અંદર જશો.
    આરોપીઓને સંબોધતાં પોલીસ કમિશનરે તેમને કહ્યું હતું કે કેટલા લોકો છાપા વાંચે છે? હાથ ઉપર કરો… છાપામાં આવે છે કે દરરોજ સજા થાય છે. મારામારી અને છેડતી કરનારા લોકોને જેલવાસ થાય છે. તો તમે લોકો ધ્યાન રાખજાે. જશો અંદર અને સજા થશે, તમારો ઘર- પરિવાર રખડી જવાનો છે. સમજી રહ્યા છોને વાત? તમને આ માટે બોલાવવામાં આવ્યા છે કે તમને તક આપવામાં આવે છે, સુધરી જાઓ, નહીંતર સમજી લેશો નવો કાયદો અને પોલીસ પોતાની રીતે એક્શન લેશે.
    કોઇપણ સંજાેગોમાં સમાજના લોકો અને સુરતના લોકોને તકલીફ પડી તો પોલીસ ચલાવી લેશે નહીં. આ માટે તમને લોકોને એકઠા કરવામાં આવ્યા છે. ઘર-પરિવાર છે તો તમે ધ્યાન રાખજાે. તમે બહાર જાહેરમાં જઇને મારામારી અને બીજાની મિત્રતા નિભાવવા માટે ગયા, કોઇના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો. એકપણ તકલીફ સુરતની પ્રજાને પડશે તો તમારી પર સખત કાર્યવાહી કરવામાં આવશે.

    Post Views: 1,784
    સાથે તમે પણ મરી જશો સુરત પોલીસ કમિશનરે ૫૦૦ આરોપીને સામે બેસાડી ચેતવણી આપી કોઈના ઝઘડામાં પડ્યા તો એ તો જશે
    Previous Articleમનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે
    Next Article પારિવારિક મનદુઃખના કારણે પતિએ કરી પત્ની-બાળકનાં ચપ્પાથી ગળાં કાપી હત્યા

    Related Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    August 2, 2026
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.