Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સંજય રાઉતના દાવાથી રાજકારણમાં હલચલઃ ભાજપે JDU તોડવાનો પ્રયાસ કરતાં નીતિશ કુમાર છે નારાજ

    સંજય રાઉતના દાવાથી રાજકારણમાં હલચલઃ ભાજપે JDU તોડવાનો પ્રયાસ કરતાં નીતિશ કુમાર છે નારાજ

    City Today DailyBy City Today DailyJanuary 5, 2025

    મુંબઈ, તા.૫
    શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે દાવો કર્યો કે, નીતિશ કુમારના નેતૃત્ત્વવાળી જનતા દળ (યુનાઇટેડ) NDA ગઠબંધન સાથે નહીં રહે. કારણકે, ભાજપ તેમની પાર્ટીના ૧૦ સાંસદોને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ બિહારમાં સહયોગી દળની પીઠમાં છરો ઘોંપી રહી છે. નોંધનીય છે કે, બિહારમાં ભાજપ નીતિશ કુમારની સાથે ગઠબંધનમાં છે. સંજય રાઉતે કહ્યું, ‘ભાજપે જેડી(યુ) ના ૧૦ સાંસદોને પોતાના પક્ષમાં કરવાનું કામ શરૂ કરી દીધું છે. તેથી નીતિશ કુમાર સંકોચ અનુભવી રહ્યા છે. તે એનડીએમાં રહેશે કે નહીં તે વિશે મને શંકાછે. જેડી(યુ) એનડીએના ભાગરૂપે ૨૦૨૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી લડે તેવી સંભાવના ખૂબ ઓછી દેખાય છે. જેડી(યુ) પાસે લોકસભામાં ૧૨ સાંસદ છે, જે એનડીએ સરકાર માટે મહત્ત્વપૂર્ણ છે. કારણકે, ભાજપ પાસે સંસદના નીચલા ગૃહમાં પોતાના દમ પર બહુમત નથી. વળી, છત્તીસગઢના પત્રકાર મુકેશ ચંદ્રકારની હત્યા પર સંજય રાઉતે કહ્યું, તેણે રસ્તો બનાવવામાં થઈ રહેલાં ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો.

    મુકેશ ચંદ્રાકરની હત્યાને હું સંતોષ દેશમુખની હત્યાની જેમ જાેવ છું. મુકેશ ચંદ્રાકરની હત્યા એટલે થઈ કારણ કે, તેણે ભ્રષ્ટાચારની વિરોધમાં અવાજ ઉઠાવ્યો. ઝારખંડમાં એક પત્રકારને જેલમાં રાખવામાં આવ્યો. આ બધી જગ્યાએ ચાલી રહ્યું છે અને કહેવામાં આવે છે કે, દેશમાં લોકતંત્ર છે, ક્યાં છે લોકતંત્ર? દિલ્હી ચૂંટણી પર તેઓએ કહ્યું, વડાપ્રધાનની આદત છે ચૂંટણી પહેલાં હજારો કરોડોની જાહેરાત કરે છે, તેમને પાર્ટી તોડવાનો નશો છે. પરંતુ, હું જાેઈ રહ્યો છું કે, દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલ સાથે છે. નરેન્દ્ર મોદીનું બેવડું વ્યક્તિત્વ છે. દરગાહ પર ચાદર ચઢાવવી શ્રદ્ધાનો વિષય છે. જાે વડાપ્રધાન જ્યાં ચાદર ચઢાવે છે, તો હું તેમની ટીકા નહીં કરૂ. પરંતુ, તમારે બેવડું વ્યક્તિત્વ છોડવું પડશે.’

    Post Views: 777
    સંજય રાઉતના દાવાથી રાજકારણમાં હલચલઃ ભાજપે JDU તોડવાનો પ્રયાસ કરતાં નીતિશ કુમાર છે નારાજ
    Previous Articleપશ્ચિમ રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો
    Next Article બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે સરઘસ કાઢયો, સ્થાનિકોએ કરી પોલીસની વાહ-વાહી

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.