સુરત,તા.૦૫
પોતાના ઘર નજીક રમી રહેલી માસૂમ બાળકીઓ સાથે અડપલાં કરનાર શખ્સના સીસીટીવી વાઈરલ થયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. આજે સુરત પોલીસની ટીમે આરોપીને જાહેરમાં લઈ જઈ સાન ઠેકાણે લાવી દીધી હતી. ત્યારે લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ઘર નજીક જ રમી રહેલી બે બાળકીઓ સાથે યુવકે અડપલાં કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થતા આરોપી સામે લોકોમાં ફીટકારની લાગણી વરસી હતી. તારીખ ૨ જાન્યુઆરીના બપોરના સમયે બે માસૂમ બાળકીઓ પોતાની નાની સાયકલ પર રમતી હતી. આ દરમિયાન આરોપીએ તેમને જાેઈ અને તેમની નજીક ગયો હતો. થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નથી જાેઈને તે પાછો બાળકીઓની પાસે આવ્યો હતો. જે બાદ બેમાંથી એક બાળકીને સાયકલ પરથી ઉંચકીને પોતાના ખોળામાં લઈ દીધી. તે એવું દેખાડવા માંગતો હતો કે તે બાળકી સાથે રમત રમે છે, પરંતુ તેનો ઇરાદો ખોટો હતો.
આ આરોપીએ બાળકીને ઉંચકીને તેના કપડાંની અંદર હાથ નાખીને છેડતી શરૂ કરી. નજીક રમતા અન્ય ત્રણ બાળકીઓ પણ આ મુંજવણભર્યા દૃશ્યો જાેઈ રહ્યા હતા. ૧૦ વર્ષથી પણ નાની ઉંમરના બે બાળાઓ સાથે આ ઘટના બની. એક રીક્ષાવાળો ત્યાં આવી પહોંચ્યો, ત્યારે આરોપી તે સ્થળેથી હટ્યો હતો. પરંતુ થોડા સમયમાં તે ફરીથી પાછો આવ્યો અને બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી હતી. ભેસ્તાન પોલીસે ઝ્રઝ્ર્ફ આધારે તપાસ હાથ ધરી. આ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને પોક્સો અધિનિયમ હેઠળ તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ. ૨/૦૧/૨૦૨૫ના રોજ બે નાની બાળકી પોતાના ઘરના આંગણે રમતી હતી, ત્યારે એક અજાણ્યા શખસે એક બાળકીને ખોળામાં ઊંચકી તેની સાથે શારીરિક અડપલાં કરીને છેડતી કરી હતી.