Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, October 23
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૧ વર્ષ પુરાણી રિલેશનશીપ જાહેર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો, દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયો

    ૧૧ વર્ષ પુરાણી રિલેશનશીપ જાહેર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો, દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયો

    City Today DailyBy City Today DailyJanuary 12, 2025

    (સિટી ટુડે) સુરત, તા.૧૨
    ૧૧ વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં બાદ રાંદેરના યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર પીડિતાએ રાંદેરના મોટાકદના બિલ્ડરે રૂપિયાની લાલચ આપીને ફરિયાદ પરત ખેંચવા દબાણ કર્યું હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.

    વિગતો અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતી યુવતીના સમીર ઐયુબ કાકા નામના યુવક સાથે મિત્રતા હતી અને આ મિત્રતા ઘનિષ્ઠતામાં ફેરવાઈ ગઈ હતી. બંને વચ્ચે લાંબા સમયથી મેરિટલ અફેર ચાલતું હોવાની વાતો બહાર આવ્યા બાદ યુવતીએ સમીર અને તેના ઘરવાળાઓને અનેકવાર ટેલિફોનિક જાણ કરીને યોગ્ય ઘટતું કરવા ડિમાન્ડ કરી હતી પરંતુ અનિવાર્ય સંજાેગોને કારણે સમાધાન સાધી શકાયું ન હતું છેવટે થાકીને યુવતીએ સમીર, તેના ભાઈ કાસિમ, તેની માતા રૂકૈયાબીબી તેમજ બેન આમિના વિરૂદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    ઈપીકો કલમ ૩૭૬ (એન), ૪૦૬ તેમજ ૧૧૪ મુજબની ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે રૂકૈયાબીબી તેમજ તેમની દિકરીની ધરપકડ કરીને કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાનમાં કોર્ટે બંને મહિલાઓને જામીન પર મુક્તિના આદેશો જારી કર્યા હતા.
    આ સમયગાળા દરમિયાન યુવતી અને સમીરના કોમન મિત્ર એવા આરીફ આઝમ ભામ (રાંદેર) તેમજ તેના ભાઈ કાસિમ ભામ ૧૪મી ડિસેમ્બરના ૨૦૨૪ના રોજ પીડિત યુવતીની ઓફિસે ગયા હતા અને કેસ બાબતે સમાધાનની વાતો કરી હતી પરંતુ પહેલાંથી જ મન મક્કમ બનાવીને બેઠેલી પીડિતાએ આરિફ ભામની તમામ વાતચીત રેકોર્ડ કરી લીધી હતી અને તે પણ પોલીસ મથકે જમા કરાવીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી જેને પગલે ડિંડોલી પોલીસે બીએનએસએસ ૩૫(૧) બી મુજબ નોટિસ ઈશ્યુ કરીને આરિફ ભામની પુછપરછ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ સમયગાળા દરમિયાન કાસિમ ભામનો સંપર્ક સાધી શકાયો નથી.

    • બે વર્ષથી સમીર વિદેશમાં રહે છે
      બનાવ સંદર્ભે હકીકત જાણવા મળ્યા મુજબ બંને વચ્ચેના મેરિટલ અફેર અંગેની વાતો બહાર આવ્યા બાદ સમીર પણ વિદેશ નાસી છુટ્યો છે. લાંબા સમયથી વિદેશમાં સેટલ થઈ ગયેલા મોટાભાઈ કાસીમ સાથે વિદેશ સેટલ થયેલો સમીર પીડિતાને યોગ્ય પ્રતિસાદ આપતો ન હોવાથી પીડિતાએ તેના ઘરના મોટાભાગના તમામ સભ્યોને કોલ કર્યા હતા અને સમીર સાથે વાત કરાવવા આગ્રહ સેવ્યો હતો પરંતુ સમીર તેના સંપર્કવિહોણો થઈ જતાં આખરે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

     

    • મોટાભા બનવાની દોડ ભારે પડી
      દરેક કામમાં મોટાભા બનવાની દોડ કાસિમ ભામને પણ ભારે પડી રહી છે. આ તો પોલીસે નરમ વલણ અખત્યાર કરીને માત્ર નોટિસ દ્વારા જ બંને ભાઈઓને કડક ચેતવણી આપી દીધી છે. આજ પર્યત આવું કોઈ કૃત્ય કરવામાં આવશે તો સીધી ધરપકડ કરીને જેલના સળીયા પાછળ નાંખી દેવામાં આવશે એવી પોલીસ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. કલમ ૩૫(૬) હેઠળ ધરપકડ કરવાની પોલીસને સત્તા મળેલી છે. યતીમખાના સોસાયટીમાં પણ મનનું ધાર્યું પાર પાડી રહેલા કાસીમ ભામ અને વર્તમાન પ્રમુખ કૌભાંડીઓને સજા કરાવવાના પ્રચાર સાથે સત્તા પર આવ્યા હતા પરંતુ તેમની બે ટર્મ પતી ગયા બાદ પણ લાજપોર જમીનનો કેસ એમ ને એમ પેન્ડિંગ રહ્યો છે જ્યારે પ્રેસિડન્ટ પ્લાઝા (મહાવીર હોસ્પિટલની બાજુમાં, રિંગરોડ)ની બિલ્ડીંગની ગૂંચ પણ હજુ ઉકેલાઈ નથી. બીજી તરફ સિટી વિસ્તારમાં મસમોટું પ્લોટ હોવા છતાં પાર્ટી પ્લોટનું આયોજન કરીને યતીમખાના સોસાયટીની તગડી રકમ પ્લોટ બનાવવા પાછળ ખર્ચી કાઢી હતી તેની સામે આવકના યોગ્ય ઠેકાણા નથી. ધોળું હાથી પાળી રહેલી સોસાયટીના કોઈ હોદ્દેદાર કાસિમ ભામની નીતિ સામે અવાજ ઉપાડવા સક્ષમ નથી. આવા સંજાેગોમાં યતીમખાના સોસાયટીનું ઉદ્દેશ સાર્થક થતું નથી.

     

    • પુરાવા સાથે ચેડાં સંદર્ભે કડક સૂચના
      પોલીસ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ મુજબ આરિફ ભામને કડક શબ્દોમાં ચેતવણી ઉચ્ચારતા ડિંડોલી પોલીસે જણાવ્યું છેકે, ભવિષ્યમાં આ પ્રકારના ગુન્હો કરવામાં આવશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય કેસના સાંયોગિક પુરાવા સાથે ચેડાં કરવાથી પણ દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય અન્ય આઠ સુચના આપીને પોલીસે આરિફને ચેતવણી ઉચ્ચારી છેકે આમાંથી એકપણ લાઈન ક્રોસ કરી તો કલમ ૩૫(૬) હેઠળ ધરપકડ કરી લેવામાં આવશે.
    Post Views: 1,240
    ૧૧ વર્ષ પુરાણી રિલેશનશીપ જાહેર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયો
    Previous Articleહાઈકોર્ટની ટકોર બાદ કાર્યવાહી, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ વેચતા ૫૮ ઝડપાયા
    Next Article ચીનમાં બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપનાર મહિલાને ૧૭ વર્ષની જેલ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.