Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મનપા કમિશનર પુછે છે સવાલ…શું કરી રહ્યા છે ‘સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ’

    મનપા કમિશનર પુછે છે સવાલ…શું કરી રહ્યા છે ‘સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ’

    City Today DailyBy City Today DailyJanuary 15, 2025
    • લાલગેટ પાસે આવેલ પે એન્ડ પાર્ક પાકિર્ંગનો વિડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો

    (સિટી ટુડે) સુરત,તા.૧૫
    લાલગેટ વેડિંગ શો રૂમની બાજુમાં મનપા સંચાલીત ચાલતા પેન્ડ પાર્કને પોતાના બાપની જાગીર સમજી કોન્ટ્રાક્ટર દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાના કારણે અનેકવાર ફરીયાદો કરાઇ હોવા છતાં સેન્ટ્રલઝોનના AMC ડેક્શોન ક્રિશ્ચીનના કાર્યક્ષેત્રમાં આવતા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને જાણે ખુલી છુટ આપી હોય તેમ બેફામ ઉઘારણાં કરાતા એક જાગૃત નાગરીક દ્વારા વિડીયો બનાવી લેવાયા બાદ વિડીયો વાયરલ થતાં મનપા કમિશનરે તત્કાલ તપાસનો આદેશ કર્યો છે.
    મળતી માહિતી મુજબ, આ વિડીયોના કારણે મનપા કમિશનર શાલીની અગ્રવાલ એટલી હદે ગીન્નાયા હતા કે સેન્ટ્રલઝોનના અધિકારીઓને ખખડાવી નાંખ્યા હતા અને તમે શું કરી રહ્યા છો, તત્કાલ તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
    પણ નવાઇની વાત તો એ છે કે, હાલ સુધી AMC ડેક્શોન ક્રિશ્ચીન દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી વધુ વાર અરજદાર દ્વારા મનપા કમિશનરની મુલાકાત લેવાની ફરજ પડી છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરની દાદાગીરી અને ત્યાં કામ કરતા લોકોને ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે પણ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા લેખીતમાં ફરીયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. લાલગેટ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
    હવે જાેવાનું એ છે કે, સેન્ટ્રલઝોનના બાહોશ અધિકારીઓ વિડીયો વાયરલ થયાના બાદ સચોટ પુરાવા મુજબ સેન્ટ્રલઝોનના અધિકારીઓ પણ પોલીસ ફરીયાદ કરશે ખરા? કે પછી તપાસ ચાલે છેનું રટણ કરી આ મામલાને રફેદફે કરવાનો પ્રયાસ કરાશે? આ મામલે એમએમસી ડેક્શોન ક્રિશ્ચીનને ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

    Post Views: 640
    મનપા કમિશનર પુછે છે સવાલ...શું કરી રહ્યા છે ‘સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ’
    Previous Articleભાજપ સુરત શહેર પ્રમુખ રિપીટ થઇ શકે છે!? ભાજપ શહેર-જિલ્લા પ્રમુખ બનવા રાફડો ફાટ્યો, નવા ૪૧ પ્રમુખની યાદી તૈયાર
    Next Article સૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો, સૈફની કરોડરજ્જુમાંથી નીકળ્યો ૨.૫ ઈંચનો ચાકૂનો ટુકડો

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.