Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુભાષ ચંદ્ર બોઝને રાષ્ટ્ર પુત્ર ઘોષિત કરવાની માંગ

    સુભાષ ચંદ્ર બોઝને રાષ્ટ્ર પુત્ર ઘોષિત કરવાની માંગ

    City Today DailyBy City Today DailyJanuary 23, 2025

    ભુવનેશ્વર, તા. ૨૩
    આજે દેશ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૮મી જયંતિ ઉજવી રહ્યો છે. આ અવસર પર ઓડિશા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરી છે કે બોઝને સત્તાવાર રીતે રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવામં આવે. અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસને નેશનલ ડે ઘોષિત કરવાની માગ પણ કરવામાં આવી છે. કટકથી સામાજિક કાર્યકર્તા પિનાક પાની મોહંતીએ અરજી દાખલ કરી કહ્યું કે, દેશની આઝાદી માટે નેતાજીના બલિદાનના કારણે તેમને રાષ્ટ્રપુત્ર તરીકે માન્યતા આપવી જાેઈએ.
    અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસ ૨૧ ઓક્ટોબરને નેશનલ ડે ઘોષિત કરવાની પણ માગ કરી છે. આ માગ ઉપરાંત મોગંતીએ પણ માગ કરી છે કે, નેતાજીના રહસ્યમયી રીતે ગુમ થવાનું સત્ય જાહેર કરવામાં આવે.
    તેમણે નેતાજી ગુમ થવાને લઈને જસ્ટિસ મુખર્જી આયોગના રિપોર્ટને સાર્વજનિક કરવાની માગ કરી છે. આ અગાઉ મોહંતીએ આ મામલા પર પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રાલયને આવેદન આપ્યું હતું પણ ત્યાંથી કોઈ જવાબ ન મળતા તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. અહીં ઉલ્લેખનિય છે કે, આ મામલા પર ઓડિશા હાઈકોર્ટના કાર્યવાહક જસ્ટિસ અરિંદમ સિન્હા અને જસ્ટિસ મૃગાંક શેખર સાહૂની પીઠ સમક્ષ સુનાવણી થઈ. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરતા તેના પર જવાબ આપવા કહ્યુ છે. આ મામલે આગામી સુનાવણી ૧૨ ફેબ્રુઆરીએ થશે.

    Post Views: 364
    સુભાષ ચંદ્ર બોઝને રાષ્ટ્ર પુત્ર ઘોષિત કરવાની માંગ
    Previous Articleકરોડો ખેડૂતો અને કારીગરો માટે ખુશખબરી!ખેડૂતોના પાક, માલ અને કૌશલ્યને મળશે હવે GI ટેગની ઓળખ
    Next Article સૈફ અલી ખાનની મિલકતો જપ્ત થશે?

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.