Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગૂ થઈ :હલાલા જેવી પ્રથા બંધ થશે

    ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગૂ થઈ :હલાલા જેવી પ્રથા બંધ થશે

    City Today DailyBy City Today DailyJanuary 27, 2025

    આ કાયદાના લાગૂ થયા બાદ હવે લગ્નના રજિસ્ટ્રેશનથી લઈને ડિવોર્સ સુધી બધા
    ધર્મના લોકો માટે કાયદોશ્વ એકસમાન
    દેહરાદુન, તા.૨૭
    ઉત્તરાખંડમાં અઢી વર્ષની તૈયારીઓ બાદ આજે સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગૂ થયું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આજે મુખ્ય સેવક સદનમાં યુસીસીના પોર્ટલ અને નિયમાવલીનું લોકાર્પણ કર્યું. આ માટે વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી.(યુસીસી)  માટે વિક્સિત ઓનલાઈન પોર્ટલની મોક ડ્રિલ સફળતાપૂર્વક પૂરી થઈ ચૂકી હતી. ઉત્તરાખંડમાં સોમવારે સમાન નાગરિક સંહિતા લાગૂ થઈ ગયું છે. આ સાથે જ રાજ્યમાં ઘણું બધુ બદલાઈ જશે. ઉલ્લેખનીય છે કે સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાની સાથે જ ઉત્તરાખંડ સ્વતંત્રતા બાદ આમ કરનારું પહેલું રાજ્ય બન્યું છે ગૃહ સચિવ તરફથી શનિવારે આ અંગે પત્ર પણ જારી કરાયો હતો.
    ૧. હલાલા જેવી પ્રથા બંધ થશે : યુસીસી લાગૂ થયા બાદ રાજ્યમાં હલાલા જેવી પ્રથા બંધ થઈ જશે. બહુપત્નીત્વ પર રોક લાગશે.
    ૨. વારસદારનો સરખો હક : બિલમાં છોકરીઓને પણ છોકરાઓ બરાબર જ વારસાનો અધિકાર આપવાનો પ્રસ્તાવ છે. અત્યાર સુધી અનેક ધર્મોના પર્સનલ લોમાં છોકરાઓ અને છોકરીઓને સમાન વારસા હકનો અધિકાર નથી.
    ૩. લગ્ન માટે રજિસ્ટ્રેશન જરૂરી : બિલમાં લગ્ન માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. આ સાથે જ લગ્નનું રજિસ્ટ્રેશન ન કરનાવનારને સરકારી સુવિધાઓ ન આપવાનો પ્રસ્તાવ પણ મૂકાયો છે. વિવાહ અને છૂટાછેડાનું રજિસ્ટ્રેશન ફરજિયાત, રજિસ્ટ્રેશન ન કરાવનારને ૨૫૦૦૦ રૂપિયાનો દંડ.
    ૪. ૧૫ દિવસમાં ર્નિણય, નહીં તો લગ્ન રજિસ્ટર્ડ ગણાશે : યુસીસીમાં લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત ગણવામાં આવ્યું છે. આ માટે રજિસ્ટ્રેશન છ મહિનાની અંદર કરાવવું પડશે. લગ્નને રજિસ્ટર્ડ કરાવવા માટે અપાયેલી અરજી પરકાયદાની મહોર ન લાગવાની સ્થિતિમાં લગ્નની અરજીને સ્વીકૃત ગણવામાં આવશે.
    ૫. સશસ્ત્ર દળો માટે વિશેષ વ્યવસ્થા : યુસીસીમાં સશસ્ત્ર દળો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. આ હેઠળ જાે કોઈ સૈનિક, વાયુસૈનિક કે નૌસૈનિક વિશેષ અભિયાનમાં સામેલ હોય તો તે વિશેષાધિકારવાળી વસીયત કરી શકે છે. જાે કે આ સૈનિકના હાથે લખાયેલી છે તે પુષ્ટિ થવી જાેઈએ એ શરત સાથે લાગૂ થઈ શકશે.
    ૬. લિવ ઈન રિલેશનશીપ માટે રજિસ્ટ્રેશન : સમાન નાગરિક સંહિતા બિલમાં લિવ ઈન રિલેશનશીપ માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. કાનૂની વિશેષજ્ઞોનો દાવો છે કે આવા સંબંધોના રજિસ્ટ્રેશનથી પુરુષો અને મહિલાઓ બંનેને ફાયદો થશે. આ દરમિયાન પેદા થયેલા બાળકને પણ પરિણીત કપલના બાળકની જેમ અધિકાર મળશે. યુસીસીના નિયમ કાયદાથી અનુસૂચિત જનજાતિને બહાર રાખવામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડર, પૂજા પદ્ધતિ તથા પરંપરાઓમાં કોઈ ફેરફાર કરાયો નથી.
    ૭. મહિલા અધિકારી પર કેન્દ્રિત :(યુસીસી)વિધેયક મહિલા અધિકારો પર કેન્દ્રિત છે. તેમાં બહુપત્નીત્વ પર રોકની જાેગવાઈ છે. છોકરીઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષથી વધારવાની પણ જાેગવાઈ છે.
    ૮. બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા સરળ : બિલમાં બાળકને દત્તક લેવાની પ્રક્રિયા સરળ થશે. મુસ્લિમ મહિલાઓને પણ બાળક દત્તક લેવાનો અધિકાર આપવાની જાેગવાઈ બિલમાં છે.
    ૯. જૈવિક બાળકો સમાન અધિકાર : નાજાયઝ અને દત્તક લેવાયેલા બાળકોને પણ જૈવિક બાળકો સમાન અધિકારો મળશે. લિવ ઈનમાં રહેનારાઓના બાળકોને કાયદેસર ગણવામાં આવશે. તમામ ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે. જાે કે અન્ય ધર્મના બાળકોને દત્તક લઈ શકાશે નહીં.
    ૧૦. વિશેષ જાેગવાઈ : ડિવોર્સ કે ઘરેલુ ઝઘડાઓમાં પાંચ વર્ષ સુધીના બાળકની કસ્ટડી માતા પાસે રહેશે. છોકરીઓના લગ્નની ઉંમર તે કોઈ પણ ધર્મ કે જાતિની હોય પરંતુ એકસરખી રહેશે.
    (યુસીસી)ની સફર : ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી ધામીએ ેંઝ્રઝ્ર લાગૂ કરવાનું વચન આપ્યું હતું. મે ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં વિશેષજ્ઞ સમિતિ બનાવવામાં આવી હતી. ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સમિતિએ સરકારને ડ્રાફ્ટ સોંપ્યો. ૮ માર્ચ ૨૦૨૪ના રોજ વિધાનસભામાં(યુસીસી) બિલ પાસ થયું અને ૧૨ માર્ચ ૨૦૨૪ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી. આંતરરાષ્ટ્રીય સ્ટડી :  સાઉદી અરબ, તુર્કિયે, ઈન્ડોનેશિયા, નેપાળ, ફ્રાન્સ, જર્મની, જાપાન અને કેનેડા જેવા દેશોના(યુસીસી) નો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

    Post Views: 326
    Previous Articleતૈયાર થઈ જાવ મોંઘવારીના માર માટે! સાબુથી લઈને ડીશ વોશ અને ચા બધાની કિંમતમાં થઈ શકે છે વધારો
    Next Article દેશમાં હવે એક દેશ એક સમય લાગુ કરાશે :જે ઉલ્લંઘન કરશે તેને દંડ થશે

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.