Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઈસ્લામના વિરોધમાં કુરાન સળગાવનારા સલવાન મોમિકાની હત્યા કરવામાં આવી

    ઈસ્લામના વિરોધમાં કુરાન સળગાવનારા સલવાન મોમિકાની હત્યા કરવામાં આવી

    City Today DailyBy City Today DailyJanuary 30, 2025

    સ્વીડન, તા.૩૦
    સ્વીડનમાં મસ્જિદની સામે કુરાન સળગાવનાર પ્રદર્શનકારી સલવાન મોમિકાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. સલવાને ૨૦૨૩માં કુરાનની પ્રત સળગાવી હતી, જે બાદ ઘણાં મુસ્લિમ દેશોએ તેની ટીકા કરી હતી. રિપોર્ટ અનુસાર હુમલાખોરે સ્ટોકહોમમાં મોમિકાના ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી દીધી. હુમલાના સમયે તે ટિકટોક પર લાઈવ હતો.
    ઈરાકના મૂળના ખ્રિસ્તી સલવાન મોમિકાને ઈસ્લામના વિરોધમાં કુરાન સળગાવવાના મામલે ગુરુવારે કોર્ટની સમક્ષ રજૂ થવાનું હતું પરંતુ તેના મોતના સમાચાર બાદ સ્ટોકહોમ કોર્ટે સુનાવણી સ્થગતિ કરી દીધી. સ્વીડનની કોર્ટમાં મોમિકા અને એક અન્ય શખ્સ સલવાન નજીમ પર એક વિશેષ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. પ્રોસિક્યૂટર્સે કહ્યું કે બે લોકોએ સ્ટોકહોમની મસ્જિદની બહાર કુરાન સળગાવી અને મુસ્લિમ ધર્મ વિશે વાંધાજનક ટિપ્પણી કરી. સલવાન મોમિકાએ કહ્યું હતું કે હું ઈસ્લામ વિરુદ્ધ પ્રદર્શન કરવા ઈચ્છતો હતો અને મે કુરાન સળગાવવાની પરવાનગી આપવાની માગ કરી હતી. તે બાદ સ્વીડન પોલીસે એક દિવસ માટે મને ઈસ્લામ વિરુદ્ધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં કુરાન સળગાવવાની મંજૂરી મળ્યા બાદ મોમિકાએ કહ્યું હતું કે અમે કુરાનની પ્રત સળગાવવા જઈ રહ્યાં છીએ. અમે કહેવા માગીએ છીએ કે સ્વીડન હજુ પણ સમય છે, જાગો. આ લોકતંત્ર છે. અમે મુસ્લિમો વિરુદ્ધ નથી પરંતુ અમે તેમના વિચારો અને માન્યતાઓ વિરુદ્ધ છીએ. મુસ્લિમ ધર્મની ખૂબ નકારાત્મક અસર પડી છે અને તેને વિશ્વભરમાં બેન કરવો જાેઈએ.

    Post Views: 2,364
    ઈસ્લામના વિરોધમાં કુરાન સળગાવનારા સલવાન મોમિકાની હત્યા કરવામાં આવી
    Previous Articleફરી હવાલા કૌભાંડીઓ સક્રિય થયા, હવે શહેરમાં દિરહામના નામે હવાલાને ‘ચમક’નું નામ આપ્યું
    Next Article પ્રયાગરાજમાં અતિભારેટ્રાફિક જામ હજારો વાહનો ફસાયા, ૨૦ કિમી સુધી લાંબી કતારો

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.