- આ ચમકકાંડમાં કિંગ કહેવાતા અસીમ, બાબા, ઝીશાન, મહેબુબ, હબીબનું નામ ટોક ઓફ ધ ટાઉન બન્યું
(સિટી ટુડે) સુરત,તા.૨૯
સુરત શહેરમાં હવાલાબાજાે ફરી મેદાનમાં આવી ગયા છે. જેમાં વધુ પડતા હવાલાબાજાેનો રાંદેર અને અડાજણ બન્યું છે. જેમાં ખાસ કરીને રાંદેર અને અડાજણ વિસ્તારના માલેતુજારો દ્વારા હવે રૂપિયામાં નહિ પણ દિરહામમાં હવાલો ફેરવી રહ્યા છે. હવાલા નામના કારણે સુરત શહેર પોલીસ એક્ટીવ થઇ જતા હવે કૌભાંડીઓએ દિરહામમાં હવાલો ફરાવવા ચમક નામ આપી પોતાના એક મળતીયાને દુબઇ ખાતે મોકલી આપી સમગ્ર ખેલ પાડવામાં આવી રહ્યો છે. જેમાં બોગસ એકાઉન્ટો પણ વાપરવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને કેટલાક સેટીંગબાજાે દ્વારા આ સમગ્ર હવાલામાં કેટલાક મોટા માથાઓના સાથે ભાગીદારી કરી લેતા કૌભાંડીઓને રક્ષણ મળી રહે છે. જેમાં હાલ સૌથી વધુ નામોની ચર્ચાની વાત કરીએ તો અસીમ, બાબા, ઝીશાન, મહેબુબ, હબીબનું નામ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. આ તમામ લોકોના એક એક મળતીયાઓ દુબઇ ખાતે બેસી સમગ્ર કૌભાંડને અંજામ આપી રહ્યા છે. આ હવાલા કૌભાંડીઓના મુળીયાઓ મજબુત હોવાથી આ કૌભાંડીઓને રક્ષણ મળી જાય છે. સુરત એસ.ઓ.જી. પોલીસ દ્વારા કરવામાં આવેલું ઓપરેશન હવાલાને હાલ અટકાવી દેવાતા સમગ્ર કૌભાંડીઓએ ફરી સક્રિય થઇ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કરતબ અજમાવી રહ્યા છે.
આ મામલામાં સુરત પોલીસ કમિશનર દ્વારા ફરી કૌભાંડીઓને દબોચવા આદેશ આપવામાં આવે તો આ સમગ્ર કૌભાંડીઓ ફરી ભુગર્ભમાં ઉતરી જાય અથવા આરોપી તરીકે પકડાય તો મોટાપાયે કૌભાંડનું પર્દાફાશ થાય તેમ છે.