Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, May 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ફરજિયાત હેલ્મેટ અને કડક કાર્યવાહી સામે અનોખો વિરોધ, ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચ્યા!

    ફરજિયાત હેલ્મેટ અને કડક કાર્યવાહી સામે અનોખો વિરોધ, ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચ્યા!

    City Today DailyBy City Today DailyFebruary 17, 2025

    સુરત,તા.૧૭
    સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે. લાલદરવાજા મેઈન રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે કૌતુક છવાયું હતું. દીકરીનું મોસાળુ લઈને નીકળેલા પરિવારજનોએ ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો. હેલ્મેટને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ સાથે જણાવ્યું હતું કે લોકોમાં જનજાગૃતિ નહીં પણ ભયનો માહોલ છવાયેલો છે. દહેશતનો માહોલ હોય તેવી સ્થિતિ ઉદભવી છે.
    સુરતના નાના-મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસની નજર રાખીને ઊભી રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમલવારીના પ્રથમ દિવસે નિયમ તોડનાર ૨૩,૦૦૦થી વધુ વાહનચાલકો સામે કાર્યવાહી થઈ હતી. એક જ દિવસમાં એક કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે. બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યાં છે.
    આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે શહેરના લાલદરવાજા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જાેવા મળ્યું હતું. મોસાળું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો હતો. રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા-નાચતા વાડીએ પહોંચ્યા હતા. આ પ્રસંગમાં જાેડાનાર તમામ પરિવારજનો રીતસર હેલ્મેટ લેવા માટે પડાપડી કરીને આ પ્રસંગમાં પહોંચ્યા હતા. જેને પગલે ભાગેલા પરિવાર હેલ્મેટના કાયદા સામે દ્વારા અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
    આ અંગે કિરીટ વાઘેલાએ કહ્યું કે, શહેરમાં દર ૨૦૦ મીટરે ટ્રાફિક સિગ્નલ, બમ્પ અને ખાડાઓ જાેવા મળી રહ્યાં છે. યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ નહીં મળતા લોકો સાવ હલકી કક્ષાની હેલ્મેટ ખરીદી રહ્યાં છે. લોકો ભયભીત થયા છે. લોકોમાં ગુસ્સો છવાયો હોય મોસાળામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું. લોકોમાં જનજાગૃતિ નહીં પણ ભયનો માહોલ અને દહેશતનો માહોલ હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે.

    Post Views: 440
    ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચ્યા! ફરજિયાત હેલ્મેટ અને કડક કાર્યવાહી સામે અનોખો વિરોધ
    Previous Articleફડણવીસ સામે શિંગડા ભરાવવા તૈયાર શિંદે? મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી છતાં સરકારમાં ડખા
    Next Article ૧૬૫૮ કિલો ગૌમાંસ સાથે પાંચ ઝડપાયા, રૂપિયા ૫.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.