Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગાઝામાં આડેધડ હુમલામાં વધુ ૭૯ લોકોના મોત

    ગાઝામાં આડેધડ હુમલામાં વધુ ૭૯ લોકોના મોત

    City Today DailyBy City Today DailyJune 26, 2025

    નવી દિલ્હી, તા.૨૬
    ઇરાન સાથે યુદ્ધવિરામ બાદ હવે ઇઝરાયલે ગાઝા પર હુમલા વધારી દીધા છે. ગાઝામાં ઈઝરાયલના સાત સૈનિકના મોત બાદ ઈઝરાયલ વધુ ભડક્યું હતું અને પેલેસ્ટાઇનના ગાઝામાં નાગરિકો પર હુમલા કરી દીધા હતા જેને કારણે ૭૯ લોકોના મોત નિપજ્યા હતા.
    અગાઉ ઈઝરાયલના સાત સૈનિકોના મોત નિપજ્યા હતા જે ઇઝરાયલી સૈન્ય પર તાજેતરનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. પેલેસ્ટાઇનમાં હુમલાખોરે વિસ્ફટકોથી ભરેલા વાહન સાથે ઈઝરાયલી સૈન્ય પર હુમલો કર્યાે હતો. જેથી ઈઝરાયલ ફરી ઉશ્કેરાયું છે અને ગાઝા પર હુમલા શરૂ કરી દીધા છે.૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાયા હતા જે બાદથી ઈઝરાયલ ગાઝા પર હુમલા કરતુ આવ્યું છે. અમેરિકાએ અનેક વખત શસ્ત્રવિરામનો પ્રયાસ કર્યાે જે નિષ્ફળ રહ્યો. ઈઝરાયલના બ્રિ. જનરલ એફી ડેફરીને કહ્યું હતું કે ગાઝામાં ખાન યુનિસ શહેરમાં ઈઝરાયલી સૈન્ય પર હુમલો કરાયો હતો જેમાં કેટલાકના મોત નિપજ્યા છે. હમાસ સાથે ઘર્ષણ દરમિયાન અત્યાર સુધીમાં ઈઝરાયલના ૮૬૦ સૈનિકો માર્યા ગયા છે જ્યારે ઈઝરાયલના હુમલાઓમાં પેલેસ્ટાઇનના ૫૬૦૦૦થી વધુ નાગરિક માર્યા ગયા છે, ઈઝરાયલે ગાઝાને કાટમાળમાં ફેરવી નાખ્યું છે.
    ઇરાન સાથે યુદ્ધ શાંત થયા બાદ હવે ઈઝરાયલે ગાઝા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને ફરી હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલે દાવો કર્યાે છે કે હિઝબુલ્લાહ માટે ફન્ડિંગનું કામ કરતો હયાતમ બાકરી અમારા હુમલામાં માર્યાે ગયો છે. તે ઇરાન સમર્થક હિઝબુલ્લાહ માટે લેબેનોનનમાં ફન્ડિંગ, નાણાકીય લેવડ દેવડનું સંચાલન કરતો હતો. ગાઝામાં ઈઝરાયલ દ્વારા ફરી રાહત કેમ્પો પર હુમલા કરાયા હતા, અહીંયા ફૂડ વિતરણ પર કરાયેલા હુમલામાં ૭૯ લોકો માર્યા ગયા હતા. જેમાંથી ૩૩ લોકો જ્યારે ભોજન લઇ રહ્યા હતા ત્યારે માર્યા ગયા હતા. ગાઝાનો મૃત્યુઆંક ૫૬૧૫૬એ પહોંચ્યો છે જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
    બીજી તરફ ઈઝરાયલ માન્ય સંસ્થાઓ દ્વારા ગાઝામાં ફૂડ વિતરણ કેન્દ્રો ચલાવાઇ રહ્યા છે તેને અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન દ્વારા ૩૦ મિલિયન ડોલર એટલે કે આશરે અઢી અબજ રૂપિયાની સહાય કરવામાં આવશે. ઈઝરાયલ અને ઇરાન વચ્ચે શસ્ત્ર વિરામ થઇ ગયું હોવા છતા પણ સ્થિતિ થાળે નથી પડી. ઈઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું કાવતરુ ઘડવા બદલ ઇરાને ત્રણ લોકોને ફાંસીએ લટકાવી દીધા હતા. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસ્સાદ માટે આ ત્રણેય લોકો કામ કરતા હોવાનો તેમના પર આરોપ હતો. જ્યારે ઈઝરાયલ માટે જાસૂસી કરવા બદલ ઇરાને યુદ્ધ વચ્ચે કુલ ૭૦૦ લોકોની ધરપકડ કરી હોવાના અહેવાલો છે. ઇરાનમાં જાણિતા લોકોની હત્યામાં હથિયારો પુરા પાડવાનો પણ આ ત્રણ લોકો પર આરોપ હતો. ત્રણેય સામે કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી અને બુધવારે સવારે ઉરમિયા શહેરમાં તેમને ફાંસીએ લટકાવી દેવાયા હતા. ત્રણેય આરોપીઓની ઇરાન દ્વારા તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. વધુ ત્રણ સાથે છેલ્લા ૧૦દિવસમાં ઇરાન દ્વારા કુલ છ લોકોને ફાંસીએ લટકાવાયા છે. જ્યારે ઈઝરાયલી મીડિયાનો દાવો છે કે ઇરાને છેલ્લા ૧૨ દિવસમાં ૭૦૦ લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર ઈઝરાયલ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે ઇરાની મીડિયાએ દાવો કર્યાે છે કે જ્યારથી ઈઝરાયલ અને ઇરાન વચ્ચે સામસામે યુદ્ધ શરૂ થયું હતું.

    Post Views: 243
    ગાઝામાં આડેધડ હુમલામાં વધુ ૭૯ લોકોના મોત
    Previous Articleઈરાન બહાદુરી સાથે યુદ્ધ લડ્યું : ટ્રમ્પ
    Next Article એક તરફ ખાડીપૂર, બીજી તરફ ટ્રાફિકજામ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.