Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, May 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાતમાં ઘર ખરીદદારો માટે મોટી રાહત, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો

    ગુજરાતમાં ઘર ખરીદદારો માટે મોટી રાહત, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો

    City Today DailyBy City Today DailyJune 30, 2025

    ગાંધીનગર, તા.૩૦
    ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના પરિવારજનોને મોટા ફાયદા માટે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. હવે રહેણાંક મકાનના ટ્રાન્સફર માટે લાગતી સ્ટેમ્પ ડ્યુટીની માત્ર ૨૦% રકમ જ વસૂલવામાં આવશે, જ્યારે બાકી ૮૦% સુધીની રકમ માફ કરાશે. આ રાહત ખાસ કરીને એવી મિલકતોના ટ્રાન્સફર માટે લાગુ પડશે જે સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે આપવામાં આવે છે. આ રાહત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ ની કલમ ૯(ક) હેઠળ અમલમાં મૂકવામાં આવી છે.
    સતત મળતી દંડની રકમ સાથે મળીને, હવે ખરીદદાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની માત્ર ૨૦% રકમ જ ભરવી પડશે. અગાઉ જેટલી કુલ રકમ વસૂલાતી હતી, એ જ વસૂલાશે, પરંતુ વધારાનો કોઈ દંડ ભરવો નહીં પડે. આ છૂટ માત્ર તેવા કેસમાં લાગુ પડશે જ્યાં મિલકતનો હસ્તાંતરણ સોસાયટી, એસોસિએશન અથવા નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એમના એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે કરવામાં આવ્યો હોય. રાજ્ય સરકારે ચાર મહિના અગાઉ ટ્રાન્સફર ફી બાબતે પણ મહત્વપૂર્ણ સુધારો કર્યો હતો.
    હવે હાઉસિંગ અથવા હાઉસિંગ સર્વિસ સોસાયટી કોઈ પણ મિલકતના ખરીદ/વેચાણ વખતે ટ્રાન્સફર ફી તરીકે કુલ અવેજ રકમના ૦.૫% કે વધુમાં વધુ ૧ લાખ જ વસૂલ કરી શકશે. રાજ્યમાં હાલ ૩૦,૦૦૦ જેટલી હાઉસિંગ સોસાયટીઓ કાર્યરત છે. અગાઉ કેટલીક સોસાયટીઓ કાયદા વિરુદ્ધ વધારે ફી વસૂલતી હતી. તેને રોકવા માટે રાજ્ય સરકારે ૨૦૨૪માં સહકારી કાયદામાં સુધારા કર્યા છે.

    Post Views: 955
    ગુજરાતમાં ઘર ખરીદદારો માટે મોટી રાહત સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો
    Previous Article‘વડાપ્રધાન મોદી જુઠ્ઠા છે’ અરવિંદ કેજરીવાલના દિલ્હીમાં ભાજપ પર પ્રહાર
    Next Article ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, હિમાચલમાં ૩૯ના મોત

    Related Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    May 22, 2026

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    May 21, 2026

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    May 5, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.