Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૭૦ % મુસ્લિમ વસ્તી ધરાવતા કઝાકિસ્તાનમાં બુરખા પર પ્રતિબંધ,મહિલાઓ નહીં પહેરી શકે હિજાબ

    ૭૦ % મુસ્લિમ વસ્તી ધરાવતા કઝાકિસ્તાનમાં બુરખા પર પ્રતિબંધ,મહિલાઓ નહીં પહેરી શકે હિજાબ

    City Today DailyBy City Today DailyJuly 2, 2025

    કઝાકિસ્તાન, તા.૨
    મહિલાઓ હવે જાહેર સ્થળોએ નકાબ કે ચહેરો સંપૂર્ણપણે ઢાંકતા કપડાં પહેરી શકશે નહીં. રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયેવે સોમવારે આ નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા. આ કાયદો તમામ નાગરિકોને જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકે છે. આ ર્નિણયની ખાસ વાત એ છે કે કઝાકિસ્તાનની ૭૦ ટકા વસ્તી મુસ્લિમ છે અને ઇસ્લામમાં મહિલાઓ માટે હિજાબ કે નકાબ પહેરવાની પરંપરા છે. જાેકે, સરકારે તેના કાયદામાં કોઈ ધર્મ કે ધાર્મિક પોશાકનો સીધો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ તેમ છતાં, એવું માનવામાં આવે છે કે આ નિયમ ખાસ કરીને ધાર્મિક પોશાકને અસર કરી શકે છે. આ કાયદામાં કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જાે કોઈ બીમાર હોય, હવામાન ખૂબ ખરાબ હોય, રમતગમત કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, તો આવા કિસ્સાઓમાં ચહેરો ઢાંકવાની મંજૂરી આપવામાં આવશે.
    કઝાકિસ્તાન પહેલા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા કેટલાક અન્ય દેશોએ પણ નકાબ અથવા બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે કઝાકિસ્તાને પણ તે દેશોના રસ્તે ચાલ્યું છે. સરકારના આ ર્નિણય પર ત્યાંના ધાર્મિક સંગઠનો તરફથી પ્રતિક્રિયા આવવાની શક્યતા છે. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ ટોકાયેવે ચહેરો ઢાંકવા અંગેના નવા કાયદાને દેશની પરંપરાગત ઓળખને પ્રોત્સાહન આપતો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે ચહેરો ઢાંકતા કપડાંને બદલે, લોકોએ દેશના પરંપરાગત કપડાં પહેરવા જાેઈએ, જે આપણી સંસ્કૃતિને સારી રીતે દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું કે દેશની બિનસાંપ્રદાયિકતા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. અગાઉ, ૨૦૨૩ માં, સરકારે શાળાઓમાં હિજાબ અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘણી છોકરીઓએ પણ આ ર્નિણયનો વિરોધ કર્યો હતો.

    Post Views: 572
    ૭૦ % મુસ્લિમ વસ્તી ધરાવતા કઝાકિસ્તાનમાં બુરખા પર પ્રતિબંધ મહિલાઓ નહીં પહેરી શકે હિજાબ
    Previous Articleગરીબ અને મધ્યમ વર્ગને મળી શકે છે મોટી રાહત, ૧૨% GST સ્લેબ નાબૂદ થવાની શક્યતા
    Next Article DGVCL ભરતીકૌભાંડ-સ્માર્ટમીટર મુદ્દે અનંત અને ચૈતરનું ‘ગઠબંધન’, કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ એક હોવાના નિવેદનના ૨૪ કલાકમાં જ કોંગ્રેસ-આપ એક

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.