Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુભાષીઓને મારી બતાવો : ભાજપ સાંસદ

    હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુભાષીઓને મારી બતાવો : ભાજપ સાંસદ

    City Today DailyBy City Today DailyJuly 7, 2025

    મુંબઈ, તા.૭
    મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી વિવાદ ફરી એક વાર ગરમાયો છે. મરાઠીમાં ન બોલતા એક પરપ્રાંતીય દુકાનદારને મનસેના કાર્યકર્તાઓ દ્વારા મારપીટ કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં વિવાદ છેડાયો છે. ત્યાર બાદ ઠાકરે બંધુઓ એકઠા થયા અને રાજકારણમાં એક અલગ જ વળાંક પર લઈ ગયા. હવે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતા નિશિકાન્ત દુબેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જાે તમારા હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુભાષીઓને મારી બતાવો.
    ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેએ મરાઠી ભાષામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, મુંબઈમાં હિન્દી બોલનારાને મારનારાઓ, જાે તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુ બોલનારાને મારી બતાવો. કુતરો પણ પોતાના ઘરમાં સિંહ હોય છે. તમે જ નક્કી કરો કે, કોણ કુતરો છે અને કોણ સિંહ. દુબેએ મરાઠી-હિન્દી વિવાદની તુલના કૂતરા અને સિંહ સાથે કરી છે. તેથી, હવે આ વિવાદ વધુ ભડકવાની શક્યતા છે.
    ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના સાંસદ નિશિકાન્ત દુબેએ મહારાષ્ટ્રના ભાષા રાજકારણને કાશ્મીરી પંડિતો સાથે જાેડી હતી. તેમણે અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે, મુંબઈમાં શિવસેના ઉદ્ધવ, મનસે રાજ ઠાકરે અને એનસીપી પવાર સાહેબ અને કાશ્મીરમાંથી કાશ્મીરી હિન્દુઓને બહાર કાઢનારા સલાઉદ્દીન, મૌલાના મસૂદ અઝહર અને મુંબઈમાં હિન્દુઓને ત્રાસ આપનારા દાઉદ ઇબ્રાહિમ વચ્ચે શું તફાવત છે? એકે હિન્દુ હોવા પર હત્યાચાર કર્યો, બીજા હિન્દીના કારણે હત્યાચાર કરી રહ્યા છે.
    આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા આશિષ શેલારે મહારાષ્ટ્રમાં બિન-મરાઠી ભાષી સ્થળાંતર કરનારાઓ પર થયેલી હિંસાની તુલના પહલગામ આતંકવાદી હુમલા સાથે કરી હતી. તેમણે કહ્યું કે, પહલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા અને અહીં મહારાષ્ટ્રમાં હિન્દુઓને માત્ર તેમની ભાષાના કારણે મારવામાં આવી રહ્યા છે. આ બંનેમાં શું તફાવત છે?

    Post Views: 538
    હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુભાષીઓને મારી બતાવો : ભાજપ સાંસદ
    Previous Articleચોમાસાના પ્રારંભે જ રોગચાળો વકર્યો, ૧૨ દિવસમાં ઝાડા-ઊલટી અને તાવથી ૧૦નાં મોત
    Next Article રસ્તાના પેચવર્ક માટે વરસાદ રોકાય તેની રાહ ન જાેવી જાેઈએ, પૈસાની કમી નથી પણ કામો ટકાઉ થવા જાેઈએ : મુખ્યમંત્રી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.