Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » જનરેટરના ધુમાડાથી ગુંગળામણમાં ત્રણના મોત

    જનરેટરના ધુમાડાથી ગુંગળામણમાં ત્રણના મોત

    City Today DailyBy City Today DailyJuly 11, 2025

    સુરત,તા.૧૧
    શહેરના પાલ રોડ ભાઠા ગામ ખાતે આવેલા એક મકાનમાં જનરટેર ચાલુ રહી જતા એક જ પરિવારના ત્રણ આધેડ વયના સભ્યોના મોત થયા હોવાનો બનાવ બન્યો છે. કમકમાટી ભર્યા આ બનાવની જાણ પાલ પોલીસને થતા પોલીસે સ્થળ તપાસ કરી મૃતદેહનો પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. રૂમમાં રાત્રિના સમયે જનરેટર ચાલુ રહી જવાથી મોત થયા હોવાનું પ્રાથમિક કારણ હાલ બહાર આવ્યું છે ત્યારે બનાવ અંગે પાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
    સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર ભાઠા ગામમાં રહેતા બાલુભાઇ પટેલ ઉ.વ.૭૭, સીતાબેન પટેલ ઉ.વ.૫૬ અને વેદાબેન પટેલ ઉ.વ.૬૦ ગઇકાલે રાત્રિના સમયે રૂમમાં સુય ગયા હતા. જાકે તેઓ જે રૂમમાં સુતા હતા ત્યાંનું જનરેટર ચાલુ રહી ગયું હતું જેને પગલે ધુમાડો રૂમમાં ફેલાય ગયો હતો. ધુમાડાને કારણે ગુંગળામણ થતા ત્રણેય જણા ઉંઘમાં જ મોતને ભેટ્‌યા હતા.
    શ્વાસ રૂંધાવાથી મોત થવાની આ અરેરાટીપુર્ણ ઘટનાની જાણ સવારના સમયે સ્થાનિકોને થઇ હતી. તેમણે પોલીસને જાણ કરી હતી. દરમિયાન પાલ પોલીસનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. મૃતદેહને રૂમમાંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ રવાના કર્યા હતા. હાલ નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમની તજવીજ શરૂ કરવામાં આવી છે. વધુમાં પોલીસે મૃતકોના પરિવારજનો અને સ્થાનિકોના નિવેદનો પણ લીધા હતા.

    Post Views: 438
    જનરેટરના ધુમાડાથી ગુંગળામણમાં ત્રણના મોત
    Previous Articleનાનાબાવા પરિવારના યુવકનું પારિવારિક સંબંધીઓએ ૪૭.૭૬ લાખનું કરી નાંખ્યું
    Next Article ઈરાને કતારમાં અમેરિકાની વાયુ સેનાનુું કોમ્યુનિકેશન સેન્ટર નષ્ટ કર્યું

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.