Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, July 29
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વિશ્વમાં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે

    વિશ્વમાં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે

    City Today DailyBy City Today DailyJuly 12, 2025

    નવી દિલ્હી, તા.૧૨
    વર્ષ ૨૦૧૦-૨૦૨૦ દરમિયાન એટલે કે એક દાયકામાં મુસ્લિમો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા રિલિજિયસ ગ્રુપ એટલે કે ધાર્મિક જૂથ તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે વિશ્વના સૌથી મોટા રિલિજિયસ ગ્રુપ એવા ખ્રિસ્તિઓનો હિસ્સો ૧.૮ ટકા ઘટીને ૨૮.૮ ટકા થયો હતો. આ વાત પ્યુ રિસર્ચ સેન્ટરના એનાલિસિસમાં સામે આવી છે, જેનું ટાઈટલ હાઉ ધ ગ્લોબલ રિલિજિયસ લેન્ડસ્કેપ ચેન્જ્ડ ફ્રોમ ૨૦૧૦ ટુ ૨૦૨૦ છે. હિંદુઓની વસ્તી પ્રમાણમાં સ્થિર રહી અને વિશ્વમાં તેમની સંખ્યા ૧.૨ અબજ સુધી પહોંચી ગઈ છે, જેમાંથી ૯૫ ટકા હિંદુઓ ભારતમાં છે. ૨૦૨૦ સુધીમાં ભારતમાં હિંદુઓની વસ્તી ૭૯ ટકા હતી જ્યારે ૨૦૧૦માં તે ૮૦ ટકા હતી. જ્યારે મુસ્લિમોની વસ્તી ૨૦૧૦માં ૧૪.૩ ટકા હતી જે વધીને ૨૦૨૦માં ૧૫.૨ ટકા થઈ હતી.
    વૈશ્વિક સ્તરે મુસ્લિમ સિવાય કોઈ ધર્મ સાથે ન જાેડાયેલા હોય તેવા લોકોની સંખ્યા વધી છે. આવા લોકોને ઘણી વખત નન્સ (ર્હહીજ) કહેવામાં આવે છે. નન્સની સંખ્યા ૨૭૦ મિલિયનથી વધીને ૧.૯ અબજ સુધી પહોંચી હતી, અને ટકાવારી પ્રમાણે જાેવામાં આવે તો તેમાં ૨૪.૨ ટકાનો વધારો થયો છે.
    રિસર્ચમાં સામે આવ્યું છે કે, મુસ્લિમોની સંખ્યામાં ૩૪.૭ કરોડનો વધારો થયો છે. જે અન્ય ધર્મોની કુલ વસ્તી કરતાં વધું છે. વિશ્વની વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો ૧.૮ ટકા વધીને ૨૫.૬ ટકા થયો છે.
    વૈશ્વિસ વસ્તીના પ્રમાણમાં હિંદુઓ ૨૦૨૦માં ૧૪.૯ ટકા પર સ્થિર રહ્યા હતા, કેમ કે ૨૦૧૦માં આ આંકડો ૧૫ ટકા હતો. ૨૦૧૦થી ૨૦૨૦ સુધીમાં વિશ્વભરમાં હિંદુઓની સંખ્યા ૧૨ ટકા વધી છે. બૌદ્ધ એકમાત્ર મુખ્ય ધાર્મિક ગ્રુપ હતું જેની વસ્તી ૨૦૨૦માં એક દાયકા અગાઉ ઓછી થઈ હતી. ૨૦૧૦માં ખ્રિસ્તીઓ વૈશ્વિક વસ્તીના ૩૦.૬ ટકા હતા, ત્યારબાદ મુસ્લિમો ૨૩.૯ ટકા, હિંદુઓ ૧૫ ટકા, બૌદ્ધો ૪.૯ ટકા, નન્સ ૨૩.૩ ટકા તથા અન્ય ધર્મો ૨.૨ ટકા અને યહુદીઓ એક ટકા કરતાં ઓછા હતા. આ એનાલિસિસમાં ધાર્મિક વસ્તી વિષયક ફેરફારોને પ્રેરિત કરતા વિવિધ પરિબળો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.
    વૈશ્વિક વસ્તીમાં ખ્રિસ્તીઓની સંખ્યા ઘટી છે તેનું મુખ્ય પરિબળ ધર્મ છોડી દેવાનું વ્યાપક પ્રમાણ છે. મુસ્લિમ વસ્તી વધવાનું મુખ્ય કારણ તેમની યંગ એજ પ્રોફાઈલ તથા હાઈ ફર્ટિલિટી રેટ છે. હિંદુઓની વસ્તિ સ્થિર રહી છે કેમ કે તેમની ફર્ટિલિટી વૈશ્વિક એવરેજ જેવી જ છે. સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે હિંદુઓ ભાગ્યે જ પોતાનો ધર્મ છોડે છે.

    Post Views: 414
    વિશ્વમાં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે
    Previous Articleસ્મશાનગૃહમાં પરિણીત મહિલા સાથે ભાજપ નેતા રાહુલ રંગરેલિયા મનાવતા પકડાઈ ગયા
    Next Article ૧૪ જુલાઇથી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે,હવામાન વિભાગે ૧૭ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.