Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી રાખવામાં આવી મુલતવી

    કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી રાખવામાં આવી મુલતવી

    City Today DailyBy City Today DailyJuly 15, 2025

    કેરળ,તા.૧૫
    કેરળની નર્સ નિમિષા પ્રિયાની મુલતવી રાખવામાં આવી ફાંસી, યમનથી આવ્યા મોટા સમાચારનિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
    તે ૨૦૧૭ થી યમનમાં જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી. જાેકે, હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
    ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજાને લઈને સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, યમનમાં હાલ તેની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યમનમાં ૧૬ જુલાઈએ તેને ફાંસી આપવાની હતી. નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તે ૨૦૧૭ થી યમનમાં જેલમાં છે. નિમિષાને યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા કરવાની દોષી ઠેરવવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે, તેણે મહદીને એનેસ્થેસિયાના ઇન્જેક્શન આપ્યા હતા જેથી તેનો પાસપોર્ટ તેની પાસે જમા થઈ શકે, પરંતુ આ ઇન્જેક્શનને કારણે મહદીનું મૃત્યુ થયું હતું. કેરળના પલક્કડની નર્સ નિમિષા છેલ્લા દાયકાથી તેના પતિ અને પુત્રી સાથે યમનમાં કામ કરી રહી હતી. ૨૦૧૬ માં યમનમાં ગૃહયુદ્ધને કારણે, દેશની બહાર મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલાં, તેના પતિ અને પુત્રી ૨૦૧૪ માં જ ભારત પાછા ફર્યા હતા. પરંતુ નિમિષા પાછી ફરી શકી નહીં. આ પછી, નર્સ પર જુલાઈ ૨૦૧૭ માં યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેથી, ૭ માર્ચ, ૨૦૧૮ ના રોજ, યમનની કોર્ટે નિમિષાની મૃત્યુદંડની સજાને સમર્થન આપ્યું હતું. એટર્ની જનરલે કહ્યું કે યમનના હુથી-નિયંત્રિત વિસ્તારોમાં મર્યાદિત પહોંચને કારણે વાટાઘાટો મુશ્કેલ હતી. ફાંસી મુલતવી રાખવાનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય દબાણ અને તલાલના પરિવાર સાથે વાતચીતની શક્યતાએ આ ર્નિણયને પ્રભાવિત કર્યો હતો.
    આ ઘટના ભારત માટે રાહતની વાત છે, પરંતુ નિમિષાના પરિવાર અને સમર્થકો નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી ચિંતિત રહેશે. સરકાર અને એક્શન કાઉન્સિલ હવે આ તકનો ઉપયોગ તલાલના પરિવાર સાથે માફી માટે વાટાઘાટો આગળ વધારવા માટે કરી શકે છે.

    Post Views: 709
    કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી રાખવામાં આવી મુલતવી
    Previous Articleપેલેસ્ટાઈન-ગાઝા અંગે ઈઝરાયલના ખતરનાક ઈરાદા સામે આવ્યા
    Next Article રાહુલ ગાંધી સરન્ડર

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.