Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પેલેસ્ટાઈન-ગાઝા અંગે ઈઝરાયલના ખતરનાક ઈરાદા સામે આવ્યા

    પેલેસ્ટાઈન-ગાઝા અંગે ઈઝરાયલના ખતરનાક ઈરાદા સામે આવ્યા

    City Today DailyBy City Today DailyJuly 15, 2025

    ગાઝા ,તા.૧૫
    ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર મુદ્દે છેલ્લા એક સપ્તાહથી અટકળો વહેતી થઈ હતી કે, આ ડીલ ગમેત્યારે થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ અપડેટ આવી નથી. બંને દેશો વચ્ચે સીઝફાયરનો ર્નિણય અટવાયો ચર્ચા ચાલી રહી છે કે, આ ડીલ ક્યારેય પણ થઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ અપડેટ આવી નથી. જેની પાછળનું કારણ ઈઝરાયલનો ખતરનાક પ્લાન છે. તેણે આ પ્લાન અમેરિકા અને હમાસ સમક્ષ પણ રજૂ કર્યો છે. જેના લીધે સીઝફાયર અંગે કોઈ ર્નિણય લેવાઈ રહ્યો નથી.
    ઈઝરાયલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, આખું ગાઝા ખાલી કરવામાં આવે, તેના એક નાનકડાં દક્ષિણ હિસ્સામાં પેલેસ્ટાઈનવાસીઓને આશરો આપવામાં આવે, આ વિસ્તાર પણ ઈઝરાયલની સેનાના નિયંત્રણ હેઠળ છે. ઈઝરાયલ ઈચ્છે છે કે, ગાઝામાં રહેતાં પેલેસ્ટાઈનના લોકો તેની સેનાના શરણે રહે. અત્યારસુધી આ પ્રસ્તાવ મુદ્દે ઈઝરાયલે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ તેના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે આ મુદ્દે વાત કરી હતી. ઈઝરાયલના આ પલાન મુદ્દે માનવાધિકાર સંગઠન ચિંતિત છે. તદુપરાંત અમેરિકા, સઉદી અરબ જેવા દેશ પણ તેના પક્ષમાં નથી.
    નિષ્ણાતોએ જણાવ્યું કે, ઈઝરાયલનો આ પ્રસ્તાવ પેલેસ્ટાઈન વાસીઓને નજરકેદ બનાવશે. તેમને પોતાના જ ઘરમાં અવર-જવર કરવા પર રોક મૂકવામાં આવશે, તેમને સેનાના શરણે રાખવાથી માનવાધિકારોનું ઉલ્લંઘન થશે. યુએનની વ્યાખ્યા હેઠળ આ પ્રકારનો પ્રસ્તાવ વંશને ખતમ કરવાના ષડયંત્ર સમાન છે.
    ઈઝરાયલ કાટ્ઝે આ પ્રસ્તાવ મુદ્દે અમુક મીડિયા સાથે વાત કરી હતી. હમાસે પણ સીઝફાયર ન કરવા પાછળનું કારણ આ પ્રસ્તાવ ગણાવ્યો છે. હમાસે કહ્યું કે, ઈઝરાયલનો આ પ્રસ્તાવ સીઝફાયરમાં રોડા નાખી રહ્યો છે. સીઝફાયર મુદ્દે અમે શરત મૂકી છે કે, અમે ઈઝરાયલના ૨૫ બંધકોને મુક્ત કરીશું, તેમણે ગાઝામાંથી પોતાની સેના હટાવી લેવી પડશે.આ પ્રસ્તાવના કારણે ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરનો મુદ્દો ખોરંભે ચડ્યો છે. ઈઝરાયલ ઈચ્છે છે કે, તે ગાઝાનો એક મોટો હિસ્સો પોતાની કોલોનીમાં તબદીલ કરી લે, જ્યારે હમાસ સીઝફાયરના બદલામાં વિસ્તારમાં પોતાનો દબદબો જળવાઈ રહે તેવી શરતો રજૂ કરી રહ્યું છે. હમાસના એક વરિષ્ઠ નેતા હુસામ બદરાને જણાવ્યું કે, ઈઝરાયલ નથી ઈચ્છતું કે સીઝફાયર થાય, એટલા માટે તેણે આવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોઈપણ તેના આ પ્લાન પર સહમત નથી. અમે યુદ્ધ ચાલુ રાખીશું.

    Post Views: 755
    પેલેસ્ટાઈન-ગાઝા અંગે ઈઝરાયલના ખતરનાક ઈરાદા સામે આવ્યા
    Previous Articleમહાનગરપાલીકામાં ‘સ્વીપર કૌભાંડ‘ ૨૧ કરોડ રૂપિયાના મશીન પાછળ ૨૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ..!!
    Next Article કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી રાખવામાં આવી મુલતવી

    Related Posts

    विषय : क्षत्रिय ठाकोर सेना के अभूतपूर्व कार्यक्रम की सराहना करते गिव क्षत्रिय ठाकोर और पाटीदार समाज की तर्ज पर गुजरात के 65 लाख मुस्लिम समाज को मसलक फिरका दरकिनार कर कलमे की बुनियाद पर संगठित होने का ग्यासुद्दीन शेख का आहवान

    January 28, 2026

    આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં

    December 25, 2025

    ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ : ૨૬માંથી ૨૧ મંત્રીએ શપથ લીધા

    October 17, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.