Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત ફરી ખુબ સુરત : સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી નવો ઈતિહાસ રચ્યો

    સુરત ફરી ખુબ સુરત : સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી નવો ઈતિહાસ રચ્યો

    City Today DailyBy City Today DailyJuly 17, 2025

    સુરત,તા.૧૭
    કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ એવોર્ડની આજે ૧૭ જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. ૧૦ લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. ૨૦૧૫માં અમદાવાદનો નંબર ૧૫મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ થયું હતું. ભારતના સૌથી સ્વચ્છ શહેરે તરીકે, સુરત શહેરે “સુપર સ્વચ્છ લીગ” માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે ૧૭ જુલાઈ ૨૦૨૫ના રોજ આયોજિત સ્વચ્છ ભારત મિશનના વિશેષ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના ઉત્તમ સ્વચ્છતા કાર્ય માટે માનનીય રાષ્ટ્રપતિ મહોદયાએ એવોર્ડ એનાયત કર્યો.
    કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ એવોર્ડની આજે ૧૭ જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. ૧૦ લાખથી ઉપરની વસતિ ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. ૨૦૧૫માં અમદાવાદનો નંબર ૧૫મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોર પહેલો નંબર જાળવી રાખ્યો છે. જ્યારે સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ(નવી કેટેગરી)માં બીજો રેન્ક આપવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતનાં ત્રણ શહેરનો સમાવેશ થયો છે, જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટાં શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.
    અમદાવાદ, રાજકોટ અને વડોદરા બાદ ૩ લાખથી ૧૦ લાખની વસતિની કેટેગરીમાં ભાવનગરે ચોથો રેન્ક મેળવ્યો છે. આ જ કેટેગરીના જૂનાગઢ (૧૯મી રેન્ક), જામનગર(૨૬ મી રેન્ક) પાછળ રહી ગયા છે. જ્યારે વાપીએ પાંચમો અને માત્ર ૨૦ હજારની વસતિ ધરાવતા ખેડાના કંજરીએ છઠ્ઠો નંબર મેળવ્યો છે. આમ, કંજરીએ જામનગર, જૂનાગઢ, નવસારી, પોરબંદર, ઉના, પાલનપુર, પાટણ અને ઊંઝા જેવાં મોટાં શહેરોને પછાડ્‌યાં છે. રાજ્યનાં ૧૬૧ શહેરમાંથી કોણે કેટલામો નંબર મેળવ્યો એ જણાવી રહ્યા છીએ.
    આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આ લાઇવ કાર્યક્રમ જોવા ભાજપના કોર્પોરેટરો-નેતાઓ હાજર રહ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪માં ગુજરાતના ત્રણ શહેરને એવોર્ડ મળ્યો છે. જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો રેન્ક સુધર્યો છે. રાજકોટ ૨૯માં ક્રમેથી ૧૯માં ક્રમ ઉપર આવ્યું છે. ગારબેજ કલેક્શન અને સફાઈની બાબતમાં ધ્યાન આપવાથી રેન્કમાં સુધારો આવ્યો છે. જો લોકો વધુ સહકાર આપે તો આગામી વર્ષે ૧થી ૧૦માં રેન્ક લાવવા માટે મ્યુ. કમિશનરેની તૈયારી બતાવી છે.

    Post Views: 663
    સુરત ફરી ખુબ સુરત : સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી નવો ઈતિહાસ રચ્યો
    Previous Article૨૦૫૦ કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં ઈડીની એન્ટ્રી
    Next Article અમદાવાદ પ્લેન ક્રેશ પર અમેરિકી રિપોર્ટમાં દાવો, વિમાનના એન્જિનનું ફ્યૂલ કેપ્ટને બંધ કરી દીધુ હતું

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.