Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ I.N.D.I.A.માં તિરાડ પડી

    ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ I.N.D.I.A.માં તિરાડ પડી

    City Today DailyBy City Today DailyJuly 18, 2025

    નવી દિલ્હી, તા.૧૮
    સંસદમાં ચોમાસુ સત્ર ૨૧ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. એવામાં ચોમાસુ સત્રમાં મોદી સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષોના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલે શનિવાર, ૧૯ જુલાઈના રોજ આ બેઠકનું આયોજન કર્યું છે.
    આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ,શરદ પવાર જૂથ, ડાબેરી પક્ષો, RJD, JMM, IUML જેવા પક્ષો તેમાં ભાગ લેશે. પરંતુ ટીએમસી અને આપએ ભાગ લેશે નહીં. આ બેઠક અગાઉ દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસે વિપક્ષી નેતાઓ વ્યાપક પ્રમાણમાં ભાગ લે તેના માટે હવે આ બેઠક ઓનલાઈન કરી દેવામાં આવે છે. પરંતુ આ બેઠક પહેલા ટીએમસી અને આપ ભાગ ન લેતા ગઠબંધન તિરાડ પડી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે.
    આ બેઠક અંગે કોંગ્રેસના સંગઠન પ્રભારી સચિવ કેસી વેણુગોપાલે એક્સ પર પોસ્ટ કર્યું કે, દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શનિવાર, ૧૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ સાંજે ૭ વાગ્યે ભારતીય પક્ષોના નેતાઓની એક ઓનલાઈન બેઠક થશે. ટીએમસીએ સત્તાવાર રીતે કહ્યું છે કે, ૧૯૯૩માં પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર દરમિયાન પોલીસ ગોળીબારમાં ૧૩ લોકોના મોત થયા હતા. તેમની યાદમાં ૨૧ જુલાઈએ કોલકાતામાં એક વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આથી નેતાઓ આ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ પાર્ટીના આંતરિક સૂત્રો કહે છે કે તેનું વાસ્તવિક કારણ આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ છે.
    ટીએમસીના એક સાંસદે કહ્યું, અમે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે વારંવાર સ્ટેજ શેર કરી શકતા નથી, કારણ કે તેઓ બંગાળમાં અમારી વિરુદ્ધ છે. અમે રાષ્ટ્રીય મુદ્દાઓ પર ઇન્ડ્યિા ગઠબંધન સાથે છીએ, પરંતુ વારંવાર તેમની સાથે સંમત થવાથી અમારા કાર્યકરો મૂંઝવણમાં મુકાઈ શકે છે. ટીએમસી બંગાળમાં પોતાની અલગ ઓળખ જાળવી રાખવા માંગે છે, જેથી ચૂંટણીમાં કોઈ નુકસાન ન થાય.
    આ ઉપરાંત જાે આ બેઠકમાં આપના આપભાગ લેવાની વાત કરીએ તો, ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સાથે મળીને આપએ કામ કર્યું હતું, પરંતુ હવે કદાચ આપનો રસ્તો અલગ છે. આપના આ વલણને ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે ગયા વર્ષે ૫ જૂન, ૨૦૨૪ના રોજ યોજાયેલી ગઠબંધનની બેઠકમાં આપનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

    Post Views: 321
    ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ I.N.D.I.A.માં તિરાડ પડી
    Previous Articleગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ, ગુજરાત હાઈકોર્ટે સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી
    Next Article સુરત શહેરમાં ખાડીપૂર નિવારવા મેગા ડિમોલિશન

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.