Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કરાયા

    રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કરાયા

    City Today DailyBy City Today DailyJuly 23, 2025

    નવી દિલ્હી, તા.૨૩
    દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ‘ફ્રોડ‘ જાહેર કર્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ, એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જાેખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે. આ પછી ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ, બેંકે રિઝર્વ બેંકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી અને હવે સીબીઆઈ પાસે આ મામલે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મસમોટું દેવું છે. બેંકના જણાવ્યા અનુસાર, કંપની પર ઓગસ્ટ ૨૦૧૬થી આજ સુધી રૂ. ૨૨૨૭.૬૪ કરોડનું ફંડ-આધારિત લોન બાકી છે, જેમાં વ્યાજ અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપનીના નામે રૂ. ૭૮૬.૫૨ કરોડની નોન-ફંડ આધારિત બેંક ગેરંટી પણ જારી કરવામાં આવી હતી. એસબીઆઈના ક્રેડિટ એક્સપોઝરનો સરવાળો કરવામાં આવે તો કુલ આંકડો ખૂબ મોટો થઈ શકે છે અને તેથી જ હવે તેને ફરી ધછેતરપિંડીધ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની છેતરપિંડી ઓળખ સમિતિએ તેની તપાસમાં શોધી કાઢયું હતું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે લોનનો દુરુપયોગ કર્યો હતો એટલે કે લોનના પૈસા જે હેતુ માટે લેવામાં આવ્યા હતા તે હેતુ માટે ખર્ચવામાં આવ્યા નથી. બેંકે અગાઉ ડિસેમ્બર ૨૦૨૩, માર્ચ ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪માં આરકોમ અને અનિલ અંબાણીને કારણદર્શક નોટિસ મોકલી હતી પરંતુ કંપની આ આરોપોનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી.
    બેંકનું કહેવું છે કે લોનની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને ખાતાઓમાં અનિયમિતતાઓ મળી આવી હતી. એસબીઆઈએ કહ્યું કે તે હવે આરબીઆઈના વર્તમાન નિયમો મુજબ આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપશે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આર કોમ અને તેના સહયોગી એકમોએ બેંકો પાસેથી કુલ રૂ. ૩૧,૫૮૦ કરોડની લોન લીધી હતી.

    Post Views: 263
    રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કરાયા
    Previous Articleદેશની ૧૫૯ સ્કૂલ અને અમદાવાદ એરપોર્ટને થ્રેટ મેલ, ફરીથી બોમ્બની અફવાથી પોલીસ દોડતી થઈ
    Next Article અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટના એન્જિનમાં અચાનક લાગી આગ પાયલટે તુરંત એટીસીને ‘મેડે’નો કોલ આપ્યો

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.