Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સરકાર નકામી વસ્તુ’’ ચાલુ ગાડીમાં પંચર કરી દેશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સૂચક નિવેદન

    સરકાર નકામી વસ્તુ’’ ચાલુ ગાડીમાં પંચર કરી દેશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સૂચક નિવેદન

    City Today DailyBy City Today DailyJuly 27, 2025

    નાગપુર,તા.૨૭
    કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં કહ્યું કે, રાજકારણ નશા જેવું હોય છે અને જ્યારે વ્યક્તિ નશામાં હોય છે, ત્યારે તેમની વિચાર કરવાની શક્તિ જતી રહે છે. સત્તા, સંપત્તિ અને સૌંદર્ય પરમેનેન્ટ હોતા નથી, પરંતુ ક્ષણિક હોય છે.
    ગડકરીએ કહ્યું કે, ‘જ્યારે સારા દિવસો હોય છે, ત્યારે તમારી પ્રશંસા કરનારાઓ ઘણા મળી જાય છે, પરંતુ જ્યારે સમય ખરાબ હોય છે, ત્યારે પૂછનાર એક પણ હોતો નથી. મારી ઘણી ઈચ્છા છે કે, નાગપુરમાં ૩૦૦ સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવું, જોકે મારા ચાર વર્ષના અનુભવમાં ધ્યાને આવ્યું છે કે, સરકાર ખૂબ જ નકામી વસ્તુ છે. કોર્પોરેશનના ભરોસે કોઈ કામ થતું નથી, આ લોકો ચાલતી ગાડીમાં પંક્ચર કરવાનું કૌશલ્ય ધરાવે છે.’
    તેમણે વધુમાં કહ્યું કે, હું સ્પોર્ટ્સ સ્ટેડિયમ ચલાવતા દુબઈના એક બિઝનેસમેનને મળ્યો હતો. ત્યારબાદ મેં ર્નિણય કર્યો કે, અમે ટેન્ડર બહાર પાડીને ૧૫ વર્ષ માટે એક જગ્યા આપીશું, લાઈટ, ગેલેરી વગેરે બનાવીને આપીશું. જ્યારે લોનના મેન્ટેન્સની જવાબદારી તેઓની રહેશે. એરિયા મુજબ ત્યાં સ્પોર્ટ્સ રમાડી શકાશે. અહીં રમવા ઈચ્છુક ખેલાડીઓ પાસેથી ઓછામાં ઓછી ૫૦૦-૧૦૦ ફી લેવામાં આવશે.’
    કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘ફી લેવી જરૂરી છે, મફતમાં ન શિખવાડવું જોઈએ. હું રાજકારણમાં છું અને તેમાં ફોગટ્યાઓનું બજાર છે. અહીં બધી જ વસ્તુ ફોગટમાં જોઈએ, પરંતુ હું મફતમાં કંઈપણ આપતો નથી. રમત અને રાજકારણ નશા જવો હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ આ નશામાં કામ કરે છે તો તે વિચારવાનું બંધ કરી દે છે. સત્તા, સંપત્તિ અને સૌદર્ય હંમેશા માટે હોતા નથી, પરંતુ ક્ષણિક હોય છે.’

    Post Views: 327
    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સૂચક નિવેદન સરકાર નકામી વસ્તુ’’ ચાલુ ગાડીમાં પંચર કરી દેશે
    Previous Articleસમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા કેન્દ્રનો નિર્દેશ
    Next Article આતંકવાદીઓ સામે લડતા હેમંત કરકરે સહિત શહિદ અને ઘાયલ થયેલ નમાજીઓ પણ ન્યાય ના હકદાર છે : ગ્યાસુદ્દીન શેખ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.