Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હીરાના વેપારીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા ધંધાકીય લેવડ દેવડ હોય અને અમુક પેયમેન્ટ બાકી હોય તો તે ગુનાહિત વિશ્વાસઘાત નથી!

    હીરાના વેપારીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા ધંધાકીય લેવડ દેવડ હોય અને અમુક પેયમેન્ટ બાકી હોય તો તે ગુનાહિત વિશ્વાસઘાત નથી!

    City Today DailyBy City Today DailyAugust 3, 2025

    રૂ.૫૬ લાખ ઉપરાંતના હીરાનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવતા
    કતારગામ પોલીસ મથકમાં ૨ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો
    (સિટી ટુડે) સુરત તા.૦૩
    અગાઉ ધંધાકીય લેવડ-દેવડ થઈ હોઈ અને કોઈ વ્યાપારમાં પેમેન્ટ ન ચૂકવાય તો તે બનાવ ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યામાં આવતો નથી એવી બચાવ પક્ષની દલીલ માન્ય રાખી રૂ.૫૬ લાખ ઉપરાંતના હીરાનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચૂકવવાના કેસમાં વેપારીને સેશન્સ કોર્ટે શરતોનો આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
    આ કેસની વિગત એવી છે કે અશોક ધરમશીભાઈ ખેની (રહે. ૧૦૧, શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ, અડાજણ) અને ઘનશ્યામ કોબડી (રહે. ૫૭, શ્યામ વિલા સોસાયટી, સરથાણા જકાતનાકા) વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં રૂ. ૫૬,૨૨,૬૪૧/- નો હીરાનો માલ ખરીધ્યા બાદ પેમેન્ટ ન આપતા આઈ.પી. સી. ૪૨૦, ૪૦૯ અને ૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસે આરોપી અશોક ખેનીની તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ ધરપકડ કરી હતી. જેથી આ આરોપીએ એડવોકેટ અશ્વિન જે. જાેગડિયા મારફતે સુરત સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી બચાવ રજૂ કર્યો હતો કે, પક્ષકારો વચ્ચે આ બનાવ અગાઉ હિરાની લેવડદેવડના વ્યવહારો થયા હતા, અને તેમાં પેમેન્ટ પણ ચુકવાયું છે. જેથી આ સંજાેગોમાં છેતરપિંડીનો આ કેસ નથી, અને આવો વ્યવહાર નાણાંકીય લેવડ દેવડનો હોવાથી સિવિલ નેચરનો બનાવ છે. જેને ખોટી રીતે ફોજદારી રૂપ આપવામાં આવ્યું છે. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે બાકી નાણાં ન ચુકવાતા હાલની એફ આઈ આર થઈ હોવાનું અને વેપારી વ્યવહાર હોવાનું ટાંકીને આરોપીને શરતોને આધીન રૂ. ૫૦,૦૦૦ ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

    Post Views: 173
    @suratadvocate
    Previous Article૧૯ વર્ષીય શિક્ષિકા આપઘાત કેસમાં આરોપીની અરજી નામંજુર કરતી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ
    Next Article પૈસાની લેવડ-દેવડ તથા અગાઉની અદાવત રાખી હત્યાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્તી કોર્ટ

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.