(સિટી ટુડે) સુરત,તા.૦૩
આ કામે ગુનાની હકીકત એવી છે કે, તા.૦૯/૦૭/૨૦૧૯ ના કલાક ૨૨/૨૫ વાગ્યા પહેલા પુણાગામ નયા કમેલા, આનંદ નગર ઝુપડપટ્ટીમાં આવેલ સંતોષ ગુપ્તાના મકાનના ઓટલા પાસે આ કામના આરોપીઓ ઈકલાબ ઉર્ફે પાપડી ઉર્ફે યાસીન, ઈરફાન ઉર્ફે એલ.ડી. અને સદામ અલીનાઓ તથા મરણ જનાર ફારૂક ચારેય જણા ભેગા મળીને નાસ્તો કરતા હતા, તે દરમિયાન આરોપીઓએ પૈસાની લેવડ-દેવડમાં મરણ જનાર ફારૂક નાસીર સૈયદ, રહે. નયા કમેલા, સંજયનગર, ઝુંપડપટ્ટી, સુરતનાઓ સાથે અગાઉ ઝઘડો થયેલ, જેની અદાવત રાખી મરણ જનાર ફારૂક સાથે ઝઘડો કરેલો, જેમાં આરોપી નં.૩ સદામે મરણ જનાર ફારૂકના માથામાં ત્રણ-ચાર લાકડાના ફટકા મારેલ અને તેના હાથમાંથી લાકડાનો ફટકો લઈ ઈરફાને પણ મરણ જનાર ફારૂકના માથામાં ફાટકા મારેલા, જેને લીધે ફારૂક રેલ્વે લાઈન ઉપર ભાગતા ત્રણેય આરોપીઓએ તેની પીછો કરેલો અને મરણજનાર ફારૂક ઢાળ ચડતા પડી જતા આરોપીઓ તેની પાસે પહોંચી ગયેલા અને આરોપી ઈકબાલે તિક્ષ્ણ હથિયાર છરાથી મરણ જનાર ફારૂકના છાતીના ભાગે ત્રણ-ચાર ઘા મારી મોત નીપજાવેલું અને મરણ જનારની લાશને આરોપી સુનીલને પણ સાથે રાખીને ચારેય જણાએ રેલ્વે લાઈન પર નાંખી દીધેલ, તે મતલબની ફરિયાદ, ફરિયાદી ફીરોજઅલી નાસીરઅલી સૈયદનાઓએ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં આપેલી.
આ કામે હાલમાં ટ્રાયલ ચાલી જતાં ફરિયાદ પક્ષ આરોપીઓ સામેનો કેસ વ્યાજબી શંકાથી પર રીતે સાબિત કરવામાં નિષ્ફળ નિવડયો હોય, નામ. એડી. સેશન્સ જજ સાહેબે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે. આરોપી ઈકબાલ ઉર્ફે પાપડી ઉર્ફે યાસીન શેખ તથા આરોપી સદ્દામઅલી હનિફ શેખ તરફે એડવોકેટ રોહન કિરીટ પાનવાલા તથા એડવોકેટ સમીરા એચ. મલેનાએ દલીલો કરી હતી અને આરોપી ઈરફાનખાન ઉર્ફે એલ. ડી. લીયાકત ખાન તથા આરોપી સુનીલ ઉર્ફે દંડન સુરેશ જાદવ તરફે એડવોકેટ ઝફર કે. બેલાવાલાનાઓએ દલીલ કરી હતી. નામ. કોર્ટે એડવોકેટનાઓની એવી દલીલો ગ્રાહય રાખી હતી કે, આ કામે તમામ પંચો હોસ્ટાઈલ છે અને તપાસ કરનાર અધિકારીનો પંચનામાની હકીકતો સંબંધેનો પુરાવો નથી, તે સંજોગોમાં પંચનામાઓનો પુરાવો ફરિયાદ પક્ષના કેસને મદદરૂપ નથી તેમજ આરોપીઓને માત્ર સાયન્ટીફીક પુરાવાના આધારે ગુના સાથે સાંકળી તક્ષીરવાન ઠરાવી શકાય તેટલો પર્યાપ્ત પુરાવો રેકર્ડ પર આવેલ નથી. આરોપીઓની ઓળખ સંબંધે વિસંગતતા રેકર્ડ પર આવેલ છે. ફરિયાદ પક્ષના પુરાવામા ઘણી મહત્વની બાબતોમાં વિસંગતતા છે અને વિસંગતતાના કારણે ફરિયાદ પક્ષનો પુરાવો શંકાસ્પદ બની જાય છે અને શંકાસ્પદ પુરાવાનો લાભ આરોપીઓને મળવો જોઈએ, તે કાયદાનો સિધ્ધાંત છે, જેથી ફરિયાદ પક્ષ આરોપીઓ વિરૂધ્ધનો ગુનો નિ:શંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ નિવડેલ છે. જે દલીલો માની નામ. કોર્ટે આરોપીઓને શંકાનો લાભઆપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આરોપી ઈકબાલ ઉર્ફે પાપડી ઉર્ફે યાસીન શેખ તથા આરોપી સદ્દામઅલી હનિફ શેખ તરફે એડવોકેટ રોહન કિરીટ પાનવાલા તથા એડવોકેટ સમીરા એચ. મલેક નાએ દલીલો કરી હતી અને આરોપી ઈરફાનખાન ઉર્ફે એલ. ડી. લીયાકત ખાન તથા આરોપી સુનીલ ઉર્ફે દંડન સુરેશ જાદવ તરફે એડવોકેટ ઝફર કે. બેલાવાલા નાઓએ સફળ રજુઆતો કરેલ છે.
