Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરતમાં ડમ્પરચાલકોનો આતંક યથાવત, માતા-પુત્રને ડમ્પરચાલકે અડફેટે લઈ કચડ્યા, માતાનો ચહેરો છુંદાઈ જતા ઘટનાસ્થળે જ મોત, દીકરાની હાલત ગંભીર

    સુરતમાં ડમ્પરચાલકોનો આતંક યથાવત, માતા-પુત્રને ડમ્પરચાલકે અડફેટે લઈ કચડ્યા, માતાનો ચહેરો છુંદાઈ જતા ઘટનાસ્થળે જ મોત, દીકરાની હાલત ગંભીર

    City Today DailyBy City Today DailyAugust 8, 2025

    સુરત, તા.૦૮
    સુરતમાં ડમ્પરચાલકોનો આતંક યથાવત્ રહેવા પામ્યો હોય તે પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. વરિયાવ નજીક આઉટર રીંગ રોડ ખાતે બાઈક પર પસાર થતા માતા-પુત્રને બેફામ દોડતા ડમ્પરે અડફેટે લઈ કચડી નાખ્યા હતા. માતાના ચહેરા પરથી ડમ્પરનું ટાયર ફરી મળતા છુંદાઈ ગયું હતું, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દીકરાને પણ ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
    મળતી માહિતી પ્રમાણે, કતારગામ વિસ્તારમાં આવેલી સ્મૃતિ સોસાયટીમાં નંદ પેલેસ એપાર્ટમેન્ટમાં ૬૬ વર્ષીય ગીતાબેન કિરીટભાઈ જૈયાવાલા પરિવાર સાથે રહેતા હતા. ૭ ઓગસ્ટના સાંજના સમયે ગીતાબેન તેમના દીકરા નિલેશ સાથે બાઈક પર કોઈ કામ અર્થે બાઈક પર ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ માતા અને પુત્ર બાઈક પર આઉટર રીંગ રોડ ખાતેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી એક હાઈવા ડમ્પર પૂરપાટ ઝડપે ધસી આવ્યું હતું.
    હાઈવા ડમ્પર (ય્ત્ન ૦૫ મ્ેં ૮૮૩૩)ના ચાલકે વળાંક લેતા સમયે બાઈક પર જતા માતા-પુત્રને ટક્કર મારી હતી. જેના પગલે માતા અને પુત્ર બંને રોડ પર પટકાયા હતા. માતા ડમ્પરની તરફ પટકાતા ડમ્પરનું પાછળનું ટાયર તેના ચહેરા પરથી ફરી વળ્યું હતું. જેના પગલે ૬૬ વર્ષીય ગીતાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના દીકરા નિલેશને માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
    અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આસપાસથી દોડી આવેલા લોકોએ પુત્ર નિલેશને ૧૦૮ મારફતે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસડયો હતો. અકસ્માત અંગે જાણ થતા જહાંગીરપુરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. માતાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ જહાંગીરપુરા પોલીસ દ્વારા હાઇવા ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે.

    Post Views: 197
    દીકરાની હાલત ગંભીર માતા-પુત્રને ડમ્પરચાલકે અડફેટે લઈ કચડ્યા માતાનો ચહેરો છુંદાઈ જતા ઘટનાસ્થળે જ મોત સુરતમાં ડમ્પરચાલકોનો આતંક યથાવત
    Previous Articleટ્રમ્પે ભારત પર એક્સ્ટ્રા ૨૫% ટેરિફ લાદ્યો, ૨૭ ઓગસ્ટથી લાગુ : હવે કુલ ટેરિફ ૫૦%
    Next Article ‘શહેરમાં વધુ એક પૂરનું જાેખમ’ વિયર કમ કોઝવેના સ્ટ્રેન્થનિંગની યોજના માત્ર કાગળ પર જ, ૩૧ કરોડના કોઝવે પર ૧૪ કરોડનું સમારકામ છતાં સ્થિતિ બદતર

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.