Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સિટી ટુડે સાથે ખાસ મુલાકાત : કાશ્મીરના પૂર્વ ટુરીઝમ સેક્રેટરી અને ગુલમર્ગના ધારાસભ્ય ફારૂક શાહ કહે છે,જમ્મુ કાશ્મીરની સુંદરતા માણવા માટે આવો, પૂરતી સુરક્ષા છે

    સિટી ટુડે સાથે ખાસ મુલાકાત : કાશ્મીરના પૂર્વ ટુરીઝમ સેક્રેટરી અને ગુલમર્ગના ધારાસભ્ય ફારૂક શાહ કહે છે,જમ્મુ કાશ્મીરની સુંદરતા માણવા માટે આવો, પૂરતી સુરક્ષા છે

    City Today DailyBy City Today DailyAugust 11, 2025

    ચાર લાખ યાત્રાળુઓ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા એ પૂરતી સુરક્ષાનો પુરાવો છે, ગુલમર્ગમાં નવી કેબલ કાર તૈયાર થશે, તંગમાર્ગમાં વર્લ્ડ ક્લાસ હોટલ, રિસોર્ટ શરૂ થવા જઇ રહ્યા છે

    (સિટી ટુડે) અમદાવાદ,તા.૧૧
    આશરે ચાર લાખ થી વધુ યાત્રાળુ ઓ એ અમરનાથ, વૈષ્ણોદેવીમાં કોઇપણ પ્રકારના ડર વિના દર્શન કર્યા છે. જે પૂરતી સુરક્ષાનો પુરાવો છે. જમ્મુ કાશ્મીરની સુંદરતા માણવા માટે પ્રત્યેક ગુજરાતીનું સ્વાગત છે. આગામી દિવસોમાં કાશ્મીર માં ન્યૂ ડેસ્ટિનેશન પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.

    ગુજરાતની મુલાકાતે આવેલા કાશ્મીરના પૂર્વ ટુરીઝમ સેક્રેટરી અને ગુલમર્ગના ધારાસભ્ય ફારૂક શાહે ” સિટી ટુડે” સાથેની વાતચીત માં જણાવ્યું કે, પહલગામમાં થયેલા આંતકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરનું પ્રવાસન્ ફરી ધબકતું થાય તેના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. વધુને વધુ સંખ્યામાં લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે આવી સૌંદર્ય માણે એ અમારી મુલાકાતનો હેતુ છે.’ પહલગામમાં આંતકી હુમલા પછી જમ્મુ કાશ્મીરના પ્રવાસને ફટકો ચોક્કસ પડયો છે પણ અમને આશા છે કે, ફરી પ્રવાસન ધબકતું થશે.

    તેમણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ન્યુ ડેસ્ટિનેશન શરૂ કરવા વર્લ્ડ બેંકે નાણાકીય સહાય કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત ગુલમર્ગમાં કેબલ કાર્ડ માટે પ્રવચનનું ભારે પ્રસારણ કરે છે ત્યારે કેબલ કાર શરૂ નક્કી કરવામાં આવ્યું છે. હાલ જે કેબલ કાર છે તેની કેપેસિટી પણ વધારવામાં આવશે. ટૂરિસ્ટોની સુવિધા માટે વેઇટિંગ એરિયા સહિત ત્યાં વધુ સુવિધા ઉભી કરવામાં આવશે. પ્રવાસીઓ માત્ર ઓનલાઇન જ નહીં, ઓન ધ સ્પોટ ટીકીટ પણ મેળવી શકશે. હવે પ્રવાસી નિરાશ થવાની જરૂર નથી. આ ઉપરાંત ટગમાર્ગમાં વર્લ્ડ ક્લાસ હોટલ રિસોર્ટ શરૂ થવા જઈ રહયા છે. આમ કાશ્મીરમાં પ્રવાસી સુવિધા માટે તથા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જ જમ્મુ કાશ્મીર ના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુજરાતની બે દિવસીય મુલાકાત લીધી હતી.

    ધારાસભ્ય ફારૂક શાહે આશા વ્યક્ત કરી હતી કે, કાશ્મીર ફરી એક વખત પ્રવાસન ક્ષેત્રે ધબકતું થશે.

    Post Views: 328
    જમ્મુ કાશ્મીરની સુંદરતા માણવા માટે આવો પૂરતી સુરક્ષા છે સિટી ટુડે સાથે ખાસ મુલાકાત : કાશ્મીરના પૂર્વ ટુરીઝમ સેક્રેટરી અને ગુલમર્ગના ધારાસભ્ય ફારૂક શાહ કહે છે
    Previous ArticleSIR અને “મત ચોરી” વિરુદ્ધ વિપક્ષની EC ઓફિસ સુધી કૂચ
    Next Article પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમા, પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ, પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસ શું ખરેખર પોતાનું કામ કરી રહી છે?

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.