Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » SIR અને “મત ચોરી” વિરુદ્ધ વિપક્ષની EC ઓફિસ સુધી કૂચ

    SIR અને “મત ચોરી” વિરુદ્ધ વિપક્ષની EC ઓફિસ સુધી કૂચ

    City Today DailyBy City Today DailyAugust 11, 2025

    નવી દિલ્હી, તા.૧૧
    કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પક્ષોના ૩૦૦ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ તરફ કૂચ શરુ કરી દીધી હતી. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોના સાંસદો સંસદ ભવનના મકર દ્વારથી આ કૂચ શરુ કરી હતી. આ કૂચ એસઆઇઆર પ્રક્રિયા અને રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા ‘વોટ ચોરી‘ના આરોપોને લઈને યોજવામાં આવી હતી.
    દિલ્હી પોલીસે ચૂંટણી પંચ તરફ જઈ રહેલી રેલીને અટકાવી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત, સાગરિકા ઘોષ સહિતના સાંસદોની અટકાયત કરવામાં આવી હતી. વિપક્ષના સાંસદો બિહારમાં એસઆઇઆર અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરતાં ચૂંટણી પંચ તરફ જઈ રહ્યા હતાં. દિલ્હી પોલીસની પરવાનગી વિના રેલીનું આયોજન કરવા બદલ રેલી અટકાવવામાં આવી હતી. તેમજ સાંસદોની અટકાયત કરવામાં આવી હતી.
    રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં વિપક્ષના તમામ પક્ષોના સાંસદોએ ભાગ લીધો હતો. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ડીએમકે ઉપરાંત અન્ય પક્ષો વોટ ચોરી વિરુદ્ધની મોર્ચા રેલીમાં જાેડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી પણ સામેલ છે. આ દરમિયાન શાંતિપૂર્ણ કૂચ દરમિયાન સાંસદોને રોકવાનો પ્રયાસ કરવા માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું જેને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ કૂદતા દેખાયા હતા.
    લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પંચ અને ભાજપ પર વોટ ચોરીનો આરોપ મૂક્યા બાદ આ રેલીના આયોજનની જાહેરાત થઈ હતી. વોટ ચોરી વિરુદ્ધ લોક સમર્થન મેળવવા રેલી કાઢવાની જાહેરાત વિપક્ષના સાંસદોએ કરી હતી. પરંતુ દિલ્હી પોલીસે તેની પરવાનગી આપી ન હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, વિપક્ષે આ રેલી માટે કોઈ મંજૂરી માગી નથી. સાંસદોની આ રેલી ચૂંટણી પંચની ઑફિસ તરફ રવાના થઈ રહી છે. રસ્તામાં આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું કે વિપક્ષે ચૂંટણી પંચને પત્ર લખીને ૩૦૦ સાંસદોને ચૂંટણી પંચ તરફ કૂચ કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચે તે પત્રનો જવાબ આપ્યો ન હતો અને કહ્યું હતું કે ફક્ત ૩૦ સાંસદો જ આવશે. અમે ઇચ્છીએ છીએ કે બધા સાંસદો ચૂંટણી પંચને પોતાનું મેમોરેન્ડમ સુપરત રેલીને રસ્તામાં જ રોકી દેવામાં આવી છે, અને તેને ચૂંટણી પંચ તરફ જતાં અટકાવવા માટે પોલીસે બેરિકેડ મૂક્યા હતાં.
    ગઈકાલે જ વિપક્ષી સાંસદોએ આ રેલીની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે વિપક્ષે ઔપચારિક પરવાનગી પણ માંગી ન હતી. આમ છતાં કૂચ સંસદ ભવનથી નીકળી ગઈ છે અને તેમને રસ્તામાં રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન અખિલેશ યાદવ બેરિકેડ પર ચઢતા જાેવા મળ્યા. પ્રિયંકા ગાંધી પણ વિપક્ષી સાંસદો સાથે સૂત્રોચ્ચાર કરતા જાેવા મળ્યા.કોંગ્રેસના સાંસદ શશી થરૂર પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી રેલીમાં જાેડાયા હતા. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી લોકોને ચૂંટણીની નિષ્પક્ષતા અંગે શંકા છે, ત્યાં સુધી ચૂંટણી પંચની વિશ્વસનીયતાને નુકસાન થઈ રહ્યું છે. જાે આ શંકાઓ દૂર કરવામાં આવે તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પાછી મેળવી શકાશે.‘‘

    Post Views: 280
    SIR અને "મત ચોરી" વિરુદ્ધ વિપક્ષની EC ઓફિસ સુધી કૂચ
    Previous Article૮૨ આરોપીઓને કાયદાનું પાલન કરવાની ચીમકી,ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓની ઓળખ પરેડ યોજી
    Next Article સિટી ટુડે સાથે ખાસ મુલાકાત : કાશ્મીરના પૂર્વ ટુરીઝમ સેક્રેટરી અને ગુલમર્ગના ધારાસભ્ય ફારૂક શાહ કહે છે,જમ્મુ કાશ્મીરની સુંદરતા માણવા માટે આવો, પૂરતી સુરક્ષા છે

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.