Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમા, પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ, પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસ શું ખરેખર પોતાનું કામ કરી રહી છે?

    પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમા, પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ, પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસ શું ખરેખર પોતાનું કામ કરી રહી છે?

    City Today DailyBy City Today DailyAugust 12, 2025

    સુરત, તા.૧૨
    સુરતમાં રહેતા એક વેપારીઓનું એક્ટિવા પાંચ વર્ષ પહેલા ચોરાઈ ગયું છે…પણ આ ચોરાયેલા એક્ટિવાના ઈ-મેમા તે વેપારીના સરનામે આવી રહ્યા છે.ચોર બિન્દાસ્ત રીતે સુરત શહેરમાં જ ફરી રહ્યો છે પણ હર્ષ સંઘવી સાહેબની પોલીસ એક્ટિવા અને એક્ટિવા ચોરને પકડી શક્તી નથી.
    સુરત શહેર, જ્યાં ગુજરાત પોલીસની કામગીરીના દાવાઓ ઘણીવાર ચર્ચામાં હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સુરત ટ્રાફિક પોલીસની નિષ્ફળતાને ઉજાગર કરે છે. એક વેપારીનું એક્ટિવા પાંચ વર્ષ પહેલાં ચોરાયું, પરંતુ પોલીસ ન તો તેને શોધી શકી, ન તો ચોરને પકડી શકી. ઉપરથી, ચોરાયેલા એક્ટિવાના મૂળ માલિકને જ ઈ-મેમો ફટકારીને હેરાન કરી રહી છે…
    સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચોરાયેલું એક્ટિવા સુરત શહેરમાં જ બિન્દાસ્ત ફરી રહ્યું છે. ટ્રાફિક પોલીસના સીસીટીવી કેમેરામાં આ એક્ટિવા કેદ થઈ રહ્યું છે, છતાં પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ રહી છે.
    નરેશ ધોળાએ અનેકવાર આ બાબતે રજૂઆત કરી, પરંતુ દરેક વખતે તેમને માત્ર ઠાલાં વચનો જ મળ્યાં.
    આ ઘટના પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના ગૌરવની વાતો કરે છે, ત્યારે શું આવી ઘટનાઓ પોલીસ તંત્રની નિષ્ફળતાને ઉજાગર નથી કરતી?
    પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસ શું ખરેખર પોતાનું કામ કરી રહી છે?.
    નરેશ ધોળાની આ વ્યથા એક વેપારીની નથી, પરંતુ એવી હજારો લોકોની છે, જેઓ પોલીસ પાસેથી ન્યાયની આશા રાખે છે. સવાલ એ છે કે, સુરત પોલીસ આ ચોરાયેલું એક્ટિવા ક્યારે શોધશે? અને ક્યારે નરેશ ધોળાને ન્યાય મળશે?

    Post Views: 312
    છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમા પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસ શું ખરેખર પોતાનું કામ કરી રહી છે?
    Previous Articleસિટી ટુડે સાથે ખાસ મુલાકાત : કાશ્મીરના પૂર્વ ટુરીઝમ સેક્રેટરી અને ગુલમર્ગના ધારાસભ્ય ફારૂક શાહ કહે છે,જમ્મુ કાશ્મીરની સુંદરતા માણવા માટે આવો, પૂરતી સુરક્ષા છે
    Next Article રાંદેરના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સદ્દામ ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ કેસમાં સંડોવાયેલા,અસામાજિક તત્વોથી ત્રાસેલા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડ્યા

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.