Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મેફેડ્રોન ડ્રગ્સનુ વેચાણ કરતા શખ્સોને ૨૦૪.૭૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડતી લાલગેટ પોલીસ

    મેફેડ્રોન ડ્રગ્સનુ વેચાણ કરતા શખ્સોને ૨૦૪.૭૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડતી લાલગેટ પોલીસ

    City Today DailyBy City Today DailyOctober 29, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૨૯

    શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા ઝુબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સુચના અનુસાર ખાસ પોલીસ કમિશ્નર વબાંગ જમીર સેકટર-૧ સુરત શહેર, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર કરણરાજ વાઘેલા ઝોન-૩, સુરત શહેર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર એલ.બી.ઝાલા એ.સી.પી. ‘ઇ’ ડિવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોકત સુચના અંતર્ગત લાલગેટ પો.સ્ટે. પી.આઇ. એન.એમ.ચૌધરી નાઓએ લાલગેટ પો.સ્ટે. વિસ્તારમાં સર્વેલન્સ ટીમના માણસોને નાર્કોટીક્સ ડ્રગ્સનુ વેચાણ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા સુચના કરવામાં આવેલ. તે દરમ્યાન સર્વેલન્સના એ.એસ.આઇ. મોહસીન હુસૈન તથા સાજીદભાઇ તથા વિરલભાઈ તથા હે.કો. દિલુભા નાઓને નાઇટમાં રાજમાર્ગ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન ટુ વ્હીલર લઇ ઉભેલ ત્રણ ઇસમો શંકાસ્પદ લાગેલ. જેથી તેમને રાઉન્ડ અપ કરી તેમની ખીસ્સા તથા ટુ વ્હીલર ડેકીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ તથા વેચાણના સાધનો મળી આવેલ. જે અંગે કાર્યવાહી કરી ચેક કરતા ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સ કુલ વજન ૨૦૪.૭૦ ગ્રામ કિંમત રૂ.૨૦,૭૦,૦૦૦/-નો મળી આવેલ તેમજ અંગ ઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ-૦૪ તથા ડીઝીટલ વજન કાંટા નંગ-૦૧ તથા નાની સાઇઝની પ્લાસ્ટીકની પુશલોક બેગ તથા સીરીજો મળી કુલ કિરૂર૨,૧૦,૬૦૦/- ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.  પકડાયેલ ત્રણેય આરોપીઓ ડ્રગ્સનો નશો કરવાની ટેવ વાળા છે. સરફરાજ ડ્રગ્સનો જથ્થો મંગાવી અને છુટક વેચાણ કરતો હતો અને ઇમરાન તેનો મિત્ર હોય તે પણ કયારેક પોતાના માટે તેમજ બીજા માટે નાનો જથ્થો ખરીદીને ૫૦૦ રૂપિયા કમિશન લઇ વેચી દેતો. આજ રોજ રાત્રિના આરોપી ઉબેદુલ્લાહને પોતાના માટે ડ્રગ્સની જરૂર હોય જેથી તેની સાથે અગાઉ જેલમાં મળેલ ઇમરાન તેને મળતા તેની પાસેથી ડ્રગ્સ મંગાવવાનું નક્કી કરેલ. જેથી ત્રણેય જણા ભાગા તળાવ રોડ ઉપર ડ્રગ્સ આપ લે કરવા મળેલ તે દરમ્યાન પકડાઇ ગયેલ હતા. ત્રણેય આરોપીઓ અગાઉ ડ્રગ્સના કેસોમાં પકડાઇ ચુકેલ છે અને હાલમાં જામીન ઉપર છે. પકડાયેલ આરોપીઓ પૈકી સરફરાજ મુખ્ય આરોપી છે અને તેણે બે દિવસ પહેલા ઇરફાન મકરાણી રહે.માંગરોળ વાળા પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવેલ હતો. આરોપીઓ ગ્રાહકો સાથે ડ્રગ્સના બદલે ‘કપડાં’ ના કોડવર્ડમાં વાતચીત કરતા હતા.

    Post Views: 229
    મેફેડ્રોન ડ્રગ્સનુ વેચાણ કરતા શખ્સોને ૨૦૪.૭૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડતી લાલગેટ પોલીસ
    Previous Articleદુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન
    Next Article ગુજરાતમાં SIR પ્રક્રિયા સંદર્ભે મતદારયાદી સુધારણા કાર્યકમ અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૨૦૦૨ ની મતદાર યાદીમાં મતદારનું / સંબંધીનું નામ શોધવા માટે સ્કેનરનો ઉપયોગ કરી ફોર્મ સ્વીકારવા BLO ને સૂચના મતદારો જાતે પણ સ્કેનરનો ઉપયોગ કરી જે તે વિધાનસભામાં પોતાનું નામ શોધી શકશે

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.