Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, May 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » અધિકારીઓને કોનો ડર સતાવે છે?મનપાની કતારગામ ઝોન ઓફિસની બહાર ૧૦ થી વધુ અધિકારીઓએ ‘મોબાઇલ પ્રતિબંધ’ની નોટિસ લગાવતા લોકોમાં રોષ

    અધિકારીઓને કોનો ડર સતાવે છે?મનપાની કતારગામ ઝોન ઓફિસની બહાર ૧૦ થી વધુ અધિકારીઓએ ‘મોબાઇલ પ્રતિબંધ’ની નોટિસ લગાવતા લોકોમાં રોષ

    City Today DailyBy City Today DailyNovember 26, 2025

    સુરત, તા.૨૬
    સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોન ખાતે ૧૦થી વધુ અધિકારીઓની ઓફિસની બહાર એક અસામાન્ય નોટિસ લગાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કોઈપણ વ્યક્તિએ મોબાઈલ ફોન લઈને પ્રવેશ કરવો નહીં અને મોબાઈલમાં વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવું નહીં. આ નોટિસ અધિકારીઓના અંગત મદદનીશ (પી.એ.)ની ચેમ્બરની બહાર પણ લગાવવામાં આવી છે, અને તેમાં વિનંતી નહીં પણ “હુકમથી” આ નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.

    નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન લઈને ઓફિસમાં પ્રવેશ ન કરે, વિડીયો અથવા ઓડિયો રેકોર્ડિંગ મનાઈ છે અને નવાઇની વાત એ છે કે આ નોટિસ વિનંતી નહીં, પરંતુ ‘હુકમ’ તરીકે લગાવવામાં આવી છે. આ નોટિસ માત્ર અધિકારીઓની કક્ષામાં જ નહીં, પરંતુ પી.એ.ની ચેમ્બર બહાર પણ લગાડવામાં આવી છે, જેના કારણે શંકા અને પ્રશ્નો વધુ ઊભા થયા છે.

    આ પ્રકારની નોટિસ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠેલા અધિકારીઓની કાર્યશૈલી અને ઈરાદાઓ પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. સામાન્ય જનતાનું માનવું છે કે, જે અધિકારીઓ નિષ્ઠાવાન અને નિષ્પક્ષ હોય, તેમને આ પ્રકારની નોટિસ લગાવવાની કે ડરવાની જરૂર ન હોવી જાેઈએ. સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અધિકારીઓ ખોટું કરતા હોય અથવા ગેરરીતિ આચરતા હોય ત્યારે જ તેમને ડર હોય છે કે તેમનો ભાંડો ફૂટી જશે. પ્રજાને શા માટે મોબાઈલ ફોન લઈને આવતા રોકવામાં આવે છે? પ્રજાના પ્રશ્નો માટે હાજર રહેતા અધિકારીઓને આખરે કોનો ડર સતાવી રહ્યો છે?

    જાે પારદર્શિતાથી કામ કરવામાં આવતું હોય, તો રેકોર્ડિંગ કરવાથી શા માટે વાંધો હોવો જાેઈએ? આશ્ચર્યની વાત એ છે કે, સુરત મહાનગર પાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર કે અન્ય કોઈ પદાધિકારીની મુખ્ય ઓફિસમાં આ પ્રકારની કોઈ નોટિસ લગાવવામાં આવી નથી. જ્યાં લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓ બેસે છે, ત્યાં મોબાઈલ પર કોઈ પ્રતિબંધ નથી, જ્યારે સામાન્ય ઝોન કચેરીના અધિકારીઓએ ‘હુકમ‘ બહાર પાડ્યો છે.

    આ ઘટના અધિકારીઓની મનમાની અને સરકારી કામકાજમાં પારદર્શિતાના અભાવ તરફ ઈશારો કરે છે. આ નિયમથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં પારદર્શિતા રાખવાને બદલે પોતાને રેકોર્ડ થતા અટકાવવા માંગે છે, જે પ્રજાના અધિકારોનું ઉલ્લંઘન છે. આ મામલે પાલિકા કમિશનર શાલીની અગ્રવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે સંપર્ક થઈ શક્યો નથી. આ સાથે જ મેયરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી.

    સ્થાનિક લોકોનું કહેવું છે કે, “અધિકારીઓ ખોટું કરતા હોય ત્યારે જ તેમને ડર હોય. પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે બેઠેલા અધિકારીઓ મોબાઇલથી કેમ ડરે?” નાગરિકોનો વધુ એક સવાલ એ છે કે મનપાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અથવા અન્ય પદાધિકારીઓની ઓફિસમાં આવી કોઈ નોટિસ નથી-તો પછી કતારગામ ઝોનમાં જ આ પ્રકારની કડક નોટિસની જરૂર કેમ પડી? પ્રજાના પ્રશ્નો માટેના અધિકારીઓને કોનો ડર તેવો સવાલ નાગરિકો પુછી રહ્યા છે.

    Post Views: 150
    અધિકારીઓને કોનો ડર સતાવે છે? મનપાની કતારગામ ઝોન ઓફિસની બહાર ૧૦ થી વધુ અધિકારીઓએ ‘મોબાઇલ પ્રતિબંધ’ની નોટિસ લગાવતા લોકોમાં રોષ
    Previous ArticleSIR કરતાં-કરતાં ૨૩ BLOના મોત, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી
    Next Article ઉડતા ગુજરાત નહીં, આ તો ઝૂમતા ગુજરાત છે : પ્રતાપ દૂધાત

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.