Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ, આધાર કાર્ડના આધારે આપી દઈએ ઘૂસણખોરોને પણ નાગરિકતા?

    SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ, આધાર કાર્ડના આધારે આપી દઈએ ઘૂસણખોરોને પણ નાગરિકતા?

    City Today DailyBy City Today DailyNovember 27, 2025

    નવી દિલ્હી, તા.૨૭
    સુપ્રીમ કોર્ટે ‘સર’ પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે? સીજેઆઇ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે ૨૬ નવેમ્બરના રોજ ‘સર’ ની બંધારણીય માન્યતા પર સુનાવણી કરી. આ અરજી પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યો તરફથી દાખલ કરાઈ છે. બુધવારે કેસની સુનાવણી દરમિયાન, પશ્ચિમ બંગાળ અને કેરળ રાજ્ય તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. તેમણે આધાર કાર્ડ હોવા છતાં લોકોને મતદાર યાદીમાંથી બાકાત રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

    આ મામલે સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું, માની લો કે કેટલાક લોકો પડોશી દેશોમાંથી ભારતમાં ઘૂસી આવ્યા છે. તેઓ ભારતમાં કામ કરી રહ્યા છે, ભારતમાં રહી રહ્યા છે. કોઈ ગરીબ રિક્ષા ચલાવનાર છે, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર છે. તમે તેને આધાર કાર્ડ આપો છો, જેથી તે સબસિડીવાળું રાશન કે અન્ય કોઈ યોજનાનો લાભ લઈ શકે. આ આપણા બંધારણીય મૂલ્યોનો ભાગ છે, આપણી બંધારણીય નૈતિકતા છે. પરંતુ શું આનો અર્થ એવો થાય છે કે તેને આ લાભ આપવામાં આવ્યો છે, તો હવે તેને મતદાર પણ બનાવી દેવો જાેઈએ?
    આ મામલે કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે, હું એક નાગરિક છું, હું અહીં રહું છું. મારી પાસે આધાર કાર્ડ છે, તે મારું ઘર છે. જાે તમે તેને છીનવવા માંગતા હો, તો એક નિર્ધારિત પ્રક્રિયા દ્વારા છીનવો અને તે પ્રક્રિયા તમારી સમક્ષ નક્કી થવી જાેઈએ. આના પર સીજેઆઇ એ બિહાર ‘સર’ નું ઉદાહરણ આપતા કહ્યું કે, બિહારમાં ખૂબ ઓછી તકલીફ પડી હતી. જાે એવા ઉદાહરણો હોય, જ્યાં કોઈ વ્યક્તિ ખરેખર નિવાસી હોય, ભારતનો નાગરિક હોય અને તેને બહાર રાખવામાં આવ્યો હોય, તો અમે આતુરતાથી તે ઉદાહરણોની શોધમાં છીએ. જેથી અમે પ્રક્રિયાની ભૂલને સુધારી શકીએ.

    સિબ્બલે સવાલ ઉઠાવ્યો કે, જાે કોઈ મતદાર મતદાનના દિવસે પોલિંગ બૂથ પર જાય અને તેને ખબર પડે કે તેનું નામ ત્યાં નથી, તો તે શું કરશે? સીજેઆઇ એ કહ્યું કે, જ્યાં સુધી બિહારનો સવાલ છે, મીડિયા દરરોજ રિપોર્ટિંગ કરી રહ્યું હતું. તેનાથી દૂર-દૂરના વિસ્તારોમાં બેઠેલા લોકોને પણ ખબર હશે કે શું થઈ રહ્યું છે. ક્યારેક મીડિયાને પણ ક્રેડિટ આપવી જાેઈએ. બિહાર માટે ‘સર’ પર દરરોજ મીડિયા રિપોર્ટ્સ આવતા હતા. જાે દૂર-દૂરના વિસ્તારમાં બેઠેલા કોઈપણ વ્યક્તિને ખબર હોય કે કંઈક થઈ રહ્યું છે, એક લિસ્ટ તૈયાર થઈ રહી છે, એક નવી મતદાર યાદી આવી રહી છે, તો શું કોઈ કહી શકે કે મને ખબર નહોતી કે શું થયું! આ મામલે કપિલ સિબ્બલે પોતાની વાત સમજાવતા કહ્યું કે, મારો કહેવાનો અર્થ એવો નથી કે ચૂંટણી પંચ પાસે કોઈ શક્તિ નથી. હું માત્ર પ્રક્રિયાની વાત કરી રહ્યો છું, જે બધાને સાથે લઈને ચાલનારી હોવી જાેઈએ. કોઈ વાત સાબિત કરવા માટે મતદાર પર ભાર નાખવાની કોઈપણ કોશિશ આપણી બંધારણીય સંસ્કૃતિની વિરુદ્ધ છે.

    Post Views: 134
    SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ આધાર કાર્ડના આધારે આપી દઈએ ઘૂસણખોરોને પણ નાગરિકતા?
    Previous Articleમિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી, રણજીત સેઠ, રોહિત ગુપ્તા, ગણેશ, પ્રિન્સ મૌર્ય અને રોશનની ધરપકડ કરાઇ
    Next Article SIR મુદ્દો પક્ષ-વિપક્ષ માટે રહેશે માથાનો દુખાવો, શિયાળુ સત્રમાં સરકાર ૧૦ બિલ રજૂ કરશે

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.