Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બ્રિજ નીચે નશાના કારોબારના વીડિયો બાદ તંત્ર જાગ્યું,વરાછાથી સરથાણા સુધી ગેરકાયદે રહેતા ૨૫૦થી વધુ લોકોને હટાવાયા, દબાણો દૂર કરવામાં આવ્યા

    બ્રિજ નીચે નશાના કારોબારના વીડિયો બાદ તંત્ર જાગ્યું,વરાછાથી સરથાણા સુધી ગેરકાયદે રહેતા ૨૫૦થી વધુ લોકોને હટાવાયા, દબાણો દૂર કરવામાં આવ્યા

    City Today DailyBy City Today DailyNovember 28, 2025

    સુરત, તા.૨૮
    રાજ્યમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર, ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં ૧૦ વર્ષનો છોકરો ખાટલા પર સૂતાં સૂતાં જાહેરમાં ગાંજાે વેચતો હોવાનું અને બ્રિજ નીચે જ જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું. એટલું જ નહીં, સમગ્ર પ્રકરણમાં પહેલા જાગ્રત યુવાનો બાદ ભાજપના જ ધારાસભ્ય મેદાનમાં ઊતરી આવ્યા હતા.
    ધારાસભ્ય કુમાર કાનાણીએ કરેલા આક્ષેપોએ સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. જ્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી તાકીદે પગલાંની માગણી કરી હતી. ત્યાર બાદ સક્રિય થયેલા મનપા તંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, જે રાત્રે પણ ચાલુ રહી હતી. રાત સુધીમાં વરાછાથી લઈને સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદે રહેતા ૨૫૦થી વધુ લોકોને હટાવવામાં આવ્યા હતા. આ સાથે જ અલગ અલગ રીતે કરવામાં આવેલાં દબાણને પણ દૂર કરવામાં આવ્યાં હતાં.

    પોલીસ અને પાલિકાની આ કામગીરી રાત સુધી ચાલી હતી. પોદાર આર્કેડથી સરથાણા જકાતનાકા સુધીના ૭.૫ કિમીના રોડ પર આવેલા બ્રિજની નીચે વરાછા, કાપોદ્રા અને સરથાણા પોલીસ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા લોકો અને દબાણોને પાલિકાને સાથે રાખી હટાવવામાં આવ્યાં હતાં. રાત સુધીમાં ૨૫૦થી વધુ ગેરકાયદે રહેતા લોકોને હટાવવામાં આવ્યા હતા. આ સાથે જ ત્રણ વ્હીલવાળી માલવાહક રેકડી, ઘરવખરી સમાન, ફોર-વ્હીલ રેંકડી, સાઈન બોર્ડ, પાથરણાં સહિતનાં દબાણ હટાવાયાં હતાં.

    ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લંબે હનુમાન રોડ, ઉમિયા માતા રોડ અને વરાછા મેઇન ફ્લાયઓવરની નીચે ગેરકાયદે રીતે રહેતા લોકોની અમને રજૂઆત મળી હતી કે અહીં રહેતા લોકો અસામાજિક તત્ત્વોની જેમ વર્તન કરે છે. એેને લઈ અમે એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને અમે અહીં એક ક્લીનઅપ ઓપરેશન શરૂ કર્યું છે. સતત ચેકિંગ કરી ગેરકાયદે રહેતા લોકોને હટાવીશું. સમગ્ર કામગીરી SMCના કો-ઓર્ડિનેશન સાથે થઈ રહી છે. SCMની ટોટલ સાત ટીમ અમારી સાથે જાેડાઈ છે, તેમના જે પણ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બધા અમારી સાથે જાેડાયા છે અને પ્રોપર લીગલ રીતે અમે અહીં કામ કરી રહ્યા છીએ, જેથી કોઈને પણ તકલીફ ના પડે.

    વરાછા વિસ્તારમાં પાટીદાર યુવાનો દ્વારા નિર્મિત વરાછા ગૌરવ સમિતિએ સરથાણા બ્રિજ નીચે જાહેરમાં ચાલતા જુગાર, ગાંજાના વેપલા સામે બાંયો ચઢાવી છે. જાહેરમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાનો અને જાહેરમાં ગાંજાે વેચાતો હોવાનો વીડિયો બનાવી એે મારફત સિસ્ટમ સામે સીધી આંગળી ચીંધવામાં આવી છે. આ બાબતે યુવાનોએ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળીને આવેદનપત્ર પણ આપ્યું હતું. મામલો એટલો ગંભીર થયો છે કે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ડ્રગ્સ, દારૂ, જુગારના વેપલાની ટકોર સાથે સણસણતા આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને તાકીદે બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની, ગેરકાયદે વસવાટ કરનારાઓને જગ્યાથી ખસેડવાની માગણી કરી છે.

    ધારાસભ્યે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સૂર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલા ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે. જેસીબી, ટ્રક, ટેમ્પો જેવાં મોટાં વાહનોનું પાર્કિંગ થાય છે. એેને કારણે એેની આડમાં ગેરકાયદે ધંધા જેવા કે અફીણ, ગાંજાે, ડ્રગ્સનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે. પારાવાર ગંદકી પણ થાય છે. લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ બાબતને ધ્યાનમા મૂકવામાં આવી હોય, ગંભીર ગણી શકાય. પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માગો છો એેનો લેખિત જવાબ આપે એ જરૂરી છે.

    Post Views: 195
    Previous ArticleSIR મુદ્દો પક્ષ-વિપક્ષ માટે રહેશે માથાનો દુખાવો, શિયાળુ સત્રમાં સરકાર ૧૦ બિલ રજૂ કરશે
    Next Article કૌભાંડી રોડ કોન્ટ્રાક્ટરોના દિવસો ભરાયા, કામ ખરાબ તો કાર્યવાહી થશે જ : નીતિન ગડકરી

    Related Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    July 27, 2026

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    December 25, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.