Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

    તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

    City Today DailyBy City Today DailyDecember 3, 2025

    નવી દિલ્હી, તા.૩
    સુપ્રીમ કોર્ટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તલાક લીધેલી મુસ્લિમ મહિલાને લગ્ન સમયે તે જે રોકડ, સોનું, દહેજ અને અન્ય ઘરેલુ સામાન પોતાની સાથે લાવી હોય તે બધું જ પાછું મેળવવાનો કાયદેસર અધિકાર છે. જસ્ટિસ સંજય કરોલ અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે આ તમામ વસ્તુઓને મહિલાની વ્યક્તિગત મિલકત ગણાવી જાેઈએ અને તલાક થયા બાદ તેના પૂર્વ પતિ દ્વારા તે પરત થવી જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૩ હેઠળ આ જાેગવાઈ છે, જે મહિલાને તેના સગા-સંબંધીઓ કે મિત્રો દ્વારા લગ્ન પહેલાં, લગ્ન દરમિયાન કે લગ્ન પછી આપવામાં આવેલી તમામ મિલકતો પર હકદાર બનાવે છે, જે મહિલા તલાક પછી તેને પાછું માગી શકે છે.
    કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાયદાનું અર્થઘટન માત્ર સિવિલ વિવાદ તરીકે નહીં, પરંતુ બંધારણ દ્વારા આપવામાં આવેલી સમાનતા અને સ્વાયત્તતાના વચનને પૂર્ણ કરવાના હેતુથી થવું જાેઈએ, જેથી તલાક પછી મહિલાને આર્થિક સ્વતંત્રતા મળી રહે. આ ર્નિણય ડેનિયલ લતીફી વિરુદ્ધ ભારત સંઘ(૨૦૦૧) કેસના અગાઉના ચુકાદાને પણ મજબૂત કરે છે.આ ર્નિણય એક મુસ્લિમ મહિલાની અરજી પર આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે તેના પૂર્વ પતિને છ સપ્તાહની અંદર ¹ ૧૭,૬૭,૯૮૦ની રકમ મહિલાના બેન્ક ખાતામાં જમા કરવાનો સીધો આદેશ આપ્યો છે. આ રકમમાં મહેર, દહેજ, ૩૦ તોલા સોનાના આભૂષણો અને રેળિજરેટર, ટીવી, ફર્નિચર વગેરે સહિતના ઘરેલુ સામાનનું કુલ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે જાે પૂર્વ પતિ નિર્ધારિત સમયમાં આ ચુકવણી ન કરે, તો તેણે ૯% વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે. સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં આપેલા કલકત્તા હાઈકોર્ટના એ ર્નિણયને રદ કરી દીધો, જેમાં મહિલાને પૂરી રકમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

    Post Views: 134
    તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
    Previous Articleસંસદની બહાર વિપક્ષનો હોબાળો.. રાહુલ-સોનિયા ગાંધી સહિતના નેતાઓ જાડાયા, કહ્યું – SIRના નામે વોટ કાપવાનું કામ આનાથી મોટી સંખ્યામાં લોકો ચૂંટણીમાં મતદાન કરવાના તેમના બંધારણીય અધિકારથી વંચિત રહી શકે છે
    Next Article બાબરી જેવી મસ્જિદનો શિલાન્યાસ કરીશ, જાે મને રોક્યો તો હાઇવે પર કબજાે કરશે મુસલમાનો : ધારાસભ્ય હુમાયુ કબીર

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.