Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, June 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફટકારી સજા

    ટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફટકારી સજા

    City Today DailyBy City Today DailyDecember 8, 2025

    નવી દિલ્હી, તા.૮
    ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝનું સમાપન થયું છે. ટીમ ઈન્ડિયાએ ૨-૧થી સીરિઝ પોતાને નામે કરી છે. તેવામાં સીરિઝમાં સ્લો ઓવર રેટ જાળવી રાખવાના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ટીમ ઈન્ડિયાને સજા ફટકારી છે. વનડે સીરિઝમાં એક ભૂલના કારણે મોટો દંડ લાગ્યો છે. જેમાં ટીમ ઈન્ડિયા પર મેચ ફીના ૧૦% દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન કેએલ રાહુલે પણ પોતાની ભૂલ અને ટીમ પર લાગેલા ભારે દંડનો સ્વીકાર કર્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે મેચ ૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો.

    આઇસીસી એલીટ પેનલ મેચ રેફરી રિચી રિચાર્ડસન દ્વારા ટીમ ઈન્ડિયા પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. કારણ કે કેએલ રાહુલની ટીમ નિર્ધારિત સમય પહેલાં બે ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ઈન્ડિયાએ આઇસીસી કોડ ઓફ કન્ડક્ટની કલમ ૨.૨૨ નું ઉલ્લંઘન કર્યું છે. જેમાં જણાવ્યુ છે કે, જાે કોઈ ટીમ નિર્ધારિત સમય પહેલાં બે ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો તેમને દરેક ઓવર માટે કુલ ૫% દંડ ફટકારવામાં આવે છે. આમ ટીમ ઈન્ડિયા બે ઓવર પાછળ રહેવાના કારણે ૧૦% દંડ ફટાકરાયો છે. કેએલ રાહુલે ભૂલ સ્વીકારીને દંડ ભરવાની તૈયારી દાખવી છે. સામાન્ય રીતે ટીમ ઈન્ડિયાને સ્લો ઓવર રેટ માટે દંડ કરવામાં આવતો નથી. કારણ કે, તેઓ આવી ભૂલો કરતા નથી. જાેકે, ક્યારેક ઓવર ગણતરીમાં ભૂલો નોંધપાત્ર નુકસાનમાં પરિણમે છે. ટેસ્ટ સીરિઝમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ વનડેમાં જીત મેળવીને સાઉથ આફ્રિકાથી બદલો લેવાના ઈરાદે ઉતરી હતી. જેમાં તે સફળ રહી. રાંચીમાં યોજાયેલી પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાએ ૧૭ રનથી જીત મેળવી હતી. જ્યારે રાયપુરમાં યોજાયેલી બીજી વનડે સાઉથ આફ્રિકાના પક્ષમાં રહી હતી.

    Post Views: 151
    ટીમ ઈન્ડિયાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ફટકારી સજા
    Previous Articleબિહારના રાજકારણમાં ભૂકંપ, કેન્દ્રીય મંત્રી સહિત ૮ નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
    Next Article RSSએ CBI-ED ECI પર કબજાે કર્યો

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.