Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, August 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રાણીતળાવમાં જર્જરિત મકાન ધરાશાયી, ૬૯ વર્ષીય અબ્દુલભાઈ મોતને મ્હાત આપી બહાર આવ્યા

    રાણીતળાવમાં જર્જરિત મકાન ધરાશાયી, ૬૯ વર્ષીય અબ્દુલભાઈ મોતને મ્હાત આપી બહાર આવ્યા

    City Today DailyBy City Today DailyDecember 15, 2025

    સુરત, તા.૧૫
    સુરતના રાણી તળાવ, ડુંગર શેરીમાં આવેલા ઘર નંબર ૧૨/૩૫૯ ધરાવતી ગ્રાઉન્ડ પ્લસ ટુ માળની ઇમારતનો પાછળનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેનો પહેલો અને બીજાે માળ એકસાથે ધરાશાયી થઈ ગયા હતા. આ મકાનની અંદર ૬૯ વર્ષીય ખલીલ અબ્દુલભાઈ રહીમ પેટીવાળા અને ૬૭ વર્ષીય સઈદ ઈસ્માઈલ પેટીવાળા હાજર હતા, જેઓ કાટમાળ પડતાની સાથે જ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.
    ઘટનાની ગંભીરતાને જાેતા ઘાંચીશેરી ફાયર સ્ટેશન અને નવસારી બજાર ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર અને જવાનોએ કાટમાળમાં ફસાયેલા વૃદ્ધોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આ રેસ્ક્યુના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જાેઈ શકાય છે કે ને ફાયરના જવાન અત્યંત સાવચેતીપૂર્વક કાટમાળ નીચેથી ૬૯ વર્ષીય અબ્દુલભાઈને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ફાયર વિભાગના જવાનોએ પથ્થરો અને લાકડાના કાટમાળ વચ્ચે ફસાયેલા બંને વૃદ્ધોને એક પછી એક સહી-સલામત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન જવાનોએ એવી રીતે કામગીરી કરી હતી કે ફસાયેલા વ્યક્તિઓને વધુ ઈજા ન પહોંચે. સદનસીબે, બંને વૃદ્ધોને માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ હતી. જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા બંને વ્યક્તિઓને જ્યારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા ત્યારે લોકોએ ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી.
    કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક ધોરણે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. મેડિકલ સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ બાદ ખલીલ અબ્દુલભાઈ અને સઈદભાઈ બંનેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર બંનેની સ્થિતિ હાલ સ્થિર છે. મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થવા પાછળ મકાનનું જર્જરિત હોવું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
    આ રેસ્ક્યુ ઓપરેશનમાં ઘાંચીશેરી અને નવસારી બજાર ફાયર સ્ટેશનના જવાનોએ જે રીતે જીવના જાેખમે કામગીરી કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની આ સમયસૂચકતાને કારણે બે જિંદગીઓ બચી ગઈ છે. હાલમાં સુરક્ષાના ભાગરૂપે મકાનના બાકી રહેલા જર્જરિત હિસ્સાને ઉતારી લેવાની અને આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    Post Views: 213
    ૬૯ વર્ષીય અબ્દુલભાઈ મોતને મ્હાત આપી બહાર આવ્યા રાણીતળાવમાં જર્જરિત મકાન ધરાશાયી
    Previous Articleવર્લ્ડ મેમન ઓર્ગેનાઇજેશન તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું
    Next Article મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાંખ્યો

    Related Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026
    Latest Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.