Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 9
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે, દિલ્હી ગેસ ચેમ્બર બનતાં ઝ્રત્નૈં ભડક્યા

    ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે, દિલ્હી ગેસ ચેમ્બર બનતાં ઝ્રત્નૈં ભડક્યા

    City Today DailyBy City Today DailyDecember 15, 2025

    નવી દિલ્હી, તા.૧૫
    દિલ્હી-એનઆરસીમાં વકરી રહેલા વાયુ પ્રદૂષણના સંકટ પર વરિષ્ઠ અધિવક્તાએ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું છે.
    તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રદૂષણ નિયંત્રણ સાથે સંબંધિત પ્રોટોકોલ અસ્તિત્વમાં છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશએ ગંભીર ટિપ્પણી કરતાં કહ્યું કે ધનિકો દ્વારા પ્રદૂષણ ફેલાવાય છે અને ગરીબો તેનાથી સૌથી વધુ પીડાય છે. વરિષ્ઠ અધિવક્તાએ કોર્ટને જણાવ્યું કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન રમતગમતની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો હતો, તેમ છતાં વિવિધ સ્થળોએ રમતગમતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારો કોર્ટના આદેશોને અવગણવા માટે ઉપાયો અને સાધન અપનાવી રહી છે. તેમણે એ પણ નોંધ્યું કે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ ફરી એકવાર સુપ્રીમ કોર્ટના આદેશોનો હવાલો આપી રહ્યું છે, પરંતુ જમીની સ્તર પર સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી. આ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે કોર્ટ આ સમસ્યાથી સંપૂર્ણપણે વાકેફ છે અને માત્ર એવા જ આદેશો પસાર કરવામાં આવશે જે અસરકારક હોય અને તેનું પાલન કરાવી શકાય. સીજેઆઇ એ ટિપ્પણી કરી કે કેટલાક નિર્દેશો એવા હોય છે, જેને બળજબરીથી લાગુ કરવા પડે છે, પરંતુ મહાનગરોમાં લોકોની પોતાની જીવનશૈલી હોય છે, જેને બદલવી સરળ નથી.મુખ્ય ન્યાયાધીશે એ પણ મહત્ત્વની ટિપ્પણી કરી કે પ્રદૂષણની સૌથી વધુ અસર ગરીબો પર પડે છે, જ્યારે પ્રદૂષણ ફેલાવતી ગતિવિધિઓમાં મોટાભાગે સંપન્ન વર્ગની ભૂમિકા હોય છે.

    Post Views: 200
    દિલ્હી ગેસ ચેમ્બર બનતાં ઝ્રત્નૈં ભડક્યા ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે
    Previous Articleમહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાંખ્યો
    Next Article નર્મદાના સિસોદરા આશ્રમના ‘લંપટ સાધુ’ની પાપલીલાઃ ગ્રામજનોનો રોષ, તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ ,આશ્રમના સંતનો બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાના દોઢ મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ગામલોકો કલેક્ટર કચેરી પહોંચ્યા,

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.