Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?

    રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?

    City Today DailyBy City Today DailyDecember 16, 2025

    કાર્યકારી અધ્યક્ષ સુલેની પાર્ટી વિપક્ષી ગઠબંધન ‘મહારાષ્ટ વિકાસ અઘાડી’નો
    એક ભાગ છે, જેમાં કોંગ્રેસ અને શિવસેના (UBT ) પણ સામેલ છે

    નવીદિલ્હી,તા.૧૬

    રાષ્ટવાદી કોંગ્રેસ પાર્ટી(શરદચંદ્ર પવાર)ના વરિષ્ઠ નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) પર સવાલ ઉઠાવવાનો ઇનકાર કર્યો છે. તેમણે લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે તેઓ આ જ મશીનો દ્વારા ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હોવાથી EVM સામે પ્રશ્ન નહીં કરે. મહારાષ્ટÙના બારામતીથી ચાર વખત લોકસભાના સભ્ય અને NCP(શરદ પવાર)ના કાર્યકારી અધ્યક્ષ સુલેની પાર્ટી વિપક્ષી ગઠબંધન ‘મહારાષ્ટ વિકાસ અઘાડી’નો એક ભાગ છે, જેમાં કોંગ્રેસ અને શિવસેના (UBT) પણ સામેલ છે.

    ગૃહમાં સુપ્રિયા સુલેએ કહ્યું, કે, ‘હું આ જ મશીન દ્વારા ચૂંટાઈને આવી છું, તેથી હું EVM કે VVPAT પર કોઈ સવાલ નહીં ઉઠાવું.’ તેમણે સ્પષ્ટતા કરી કે, ‘હું મશીનની વિરુદ્ધમાં કોઈ વાત નથી કરી રહી. હું માત્ર એક ખૂબ જ મર્યાદિત મુદ્દો રજૂ કરી રહી છું અને ભારતીય જનતા પાર્ટી, જેને મહારાષ્ટÙમાં આટલો મોટો જનાદેશ મળ્યો છે, તેની પાસેથી મારી મોટી અપેક્ષાઓ છે.’ એક દિવસ પૂર્વે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત એક રેલીને સંબોધતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ અને પીએમ મોદીને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાનો પડકાર ફેંક્્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જા ભાજપ બેલેટ પેપર પર ચૂંટણી લડે અને મતની ચોરી કરવાનું બંધ કરે, તો તે એક પણ ચૂંટણી જીતી શકશે નહીં. તેમના મતે, ચૂંટણી પંચના સહયોગ વિના ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્્ય છે.

    પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ સરકારને મદદ કરી રહ્યું છે અને લોકશાહીને નબળી પાડી રહ્યું છે. ચૂંટણીની જાહેરાતથી માંડીને મતદાર યાદી, મતદાન, મતગણતરી અને EVMસ્નો ઉપયોગ—આ તમામ બાબતોમાં પંચ ભાજપને લાભ પહોંચાડવા માટે કામ કરી રહ્યું છે. અંતે, તેમણે ઉમેર્યું કે જનતાનો વિશ્વાસ ભાજપ, સરકાર, વડાપ્રધાન અને ગૃહમંત્રી પરથી હટી ગયો છે. EVM અંગે સુપ્રિયા સુલેનું આ નિવેદન ખૂબ જ મહ¥વપૂર્ણ ગણાય છે, કારણ કે તેના રાજકીય અર્થો અને સંદેશાઓ ઊંડા હોઈ શકે છે. આ નિવેદનથી હવે એવી અટકળો પણ તેજ બની છે કે શું ‘ઈÂન્ડયા’ ગઠબંધનના સહયોગી પક્ષો વચ્ચે કોઈ આંતરિક મતભેદ ઊભો થયો છે. સામાન્ય રીતે, સંસદમાં તમામ વિપક્ષી દળો કોઈ પણ મુદ્દે સરકારનો સંયુક્તપણે સામનો કરતા આવ્યા છે અને ગૃહની અંદર તેમજ બહાર સરકારને ઘેરતા રહ્યા છે. જાકે, ચૂંટણી સુધારાની ચર્ચા દરમિયાન, જ્યાં કોંગ્રેસના નેતાઓ ઈફસ્ના કથિત દુરુપયોગનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યાં સુપ્રિયા સુલેએ પોતાની ચાર વખતની જીતનો ઉલ્લેખ કરીને EVM પર સવાલ ઉઠાવવાની ના પાડી દીધી.

    Post Views: 269
    રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?
    Previous Articleનર્મદાના સિસોદરા આશ્રમના ‘લંપટ સાધુ’ની પાપલીલાઃ ગ્રામજનોનો રોષ, તંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ ,આશ્રમના સંતનો બિભત્સ વીડિયો ક્લિપ વાયરલ થયાના દોઢ મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ગામલોકો કલેક્ટર કચેરી પહોંચ્યા,
    Next Article મતદાર યાદીમાંથી ૫૮ લાખ નામ હટાવાયા

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.