Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રાજપારડીના રેતીવાળા બાપુ: ગરીબોના એવા બેલી જેમણે જમણા હાથે દાન કર્યું તો ડાબા હાથને પણ ખબર પડવા ન દીધી

    રાજપારડીના રેતીવાળા બાપુ: ગરીબોના એવા બેલી જેમણે જમણા હાથે દાન કર્યું તો ડાબા હાથને પણ ખબર પડવા ન દીધી

    City Today DailyBy City Today DailyDecember 17, 2025

    ઇમ્તિયાઝ બાપુએ કોરોનાકાળમાં રૂા.૫૦ લાખ જેટલો ખર્ચ કરી ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોના ચૂલા સળગતા રાખ્યા હતા

     

    જીવો અને જીવવા દો’ના સિદ્ધાંતને સાર્થક કરનાર ઇમ્તિયાઝ બાપુના પરોપકારી કાર્યો આજે પણ લોકોની આંખમાં આંસુ લાવી દે છે.

    વહાબ શેખ, નર્મદા

               કહેવાય છે કે, માણસ તેના જન્મથી નહીં પણ તેના કર્મોથી ઓળખાય છે. સત્તા અને સંપત્તિ તો ઘણા પાસે હોય છે, પણ એ સંપત્તિને જનસેવામાં હોમી દેવાનું કલેજું બહુ ઓછા લોકો પાસે હોય છે. રાજપારડીની ધરતી પર એક એવી શખ્સિયત થઈ ગઈ, જે આજે હયાત નથી પરંતુ તેમની સેવાની સુગંધ આજે પણ આખા ભરૂચ જિલ્લામાં મહેકી રહી છે. જેમને લોકો અત્યંત આદર સાથે ‘રેતીવાળા બાપુ’ અથવા ‘ઇમ્તિયાઝ બાપુ’ તરીકે ઓળખતા હતા, તેવા ઇમ્તિયાઝ અલી સૈયદ ખરા અર્થમાં ગરીબો અને વંચિતોના તારણહાર હતા.

          સાબરકાંઠાના હિંમતનગરમાં ૧૮ ફેબ્રુઆરી ૧૯૭૬ના રોજ જન્મેલા ઇમ્તિયાઝ ઇમામ અલી સૈયદ ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. પિતાના સિલિકા સેન્ડના વ્યવસાયને સંભાળવા તેઓ રાજપારડી આવ્યા અને આ પંથકને જ પોતાની ‘કર્મભૂમિ’ બનાવી દીધી. વ્યવસાયની સાથે તેમણે એવી રીતે જનસેવા કરી કે તેઓ ટૂંક સમયમાં જ જન-જનના ‘બાપુ’ બની ગયા. લોકો આજે પણ ગર્વથી કહે છે કે, બાપુએ આ ધરતીનું ઋણ સાચા અર્થમાં ચૂકવી દીધું છે.

         જ્યારે આખું વિશ્વ કોરોના જેવી મહામારીમાં થંભી ગયું હતું અને ગરીબો માટે બે ટંકના ભોજનના ફાંફા હતા, ત્યારે બાપુએ પોતાની તિજોરીના દ્વાર ખોલી દીધા હતા. તેમણે અંદાજે ૫૦ લાખ જેટલા રૂપિયાના ખર્ચે રાજપારડી, ઝઘડિયા સહિત બીજ જિલ્લા અને વિસ્તારના હજારો જરૂરતમંદોને અનાજ અને જીવન જરૂરિયાતની સામગ્રી પહોંચાડી હતી. તેમના આંગણેથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછો નહોતો ફરતો. પછી તે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો હોય, લોકો બાપુમાં ઈશ્વર અને ખુદાની ઝલક જોતા હતા.

         બાપુની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ ‘ગુપ્ત દાન’માં માનતા હતા. ઘણા એવા લાચાર પરિવારો હતા જેમના ઘરનો ચૂલો ફક્ત બાપુની છૂપી મદદથી જ સળગતો હતો, જેનો સાક્ષી માત્ર ઉપરવાળો જ હતો. તેમણે માત્ર મુસ્લિમ જ નહીં, પણ તમામ ધર્મના લોકો માટે પિતાતુલ્ય ભૂમિકા ભજવી હતી. પોતાના બે કર્મચારીઓ (આદિવાસી અને હિન્દુ ધર્મમાં માનનાર) ના લગ્ન પણ તેમણે લાખો રૂપિયા ખર્ચીને પોતાની સંતાનની જેમ ધામધૂમથી કરાવી આપી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

         ઇમ્તિયાઝ બાપુનું સપનું હતું કે, અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્યની સુવિધા મળે. આ માટે તેઓ એક અત્યાધુનિક હોસ્પિટલ અને અંગ્રેજી માધ્યમની શાળા બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે અનેક ગરીબ દીકરીઓના લગ્ન કરાવી પિતાની છત્રછાયા પૂરી પાડી હતી. કેટલાય ગરીબ વિદ્યાર્થીઓને ફી ભરીને વકીલ અને એન્જિનિયર બનાવ્યા, જેઓ આજે સમાજમાં સન્માનભેર જીવે છે. ‘જીવો અને જીવવા દો’ ના મંત્ર સાથે જીવતા બાપુ ગમે તેવા જટિલ ઝઘડાઓ પોતાની એક સમજાવટથી ઉકેલી દેતા હતા.

         લાખો લોકોના આંસુ લૂછનારા આ પરોપકારી વ્યક્તિએ બરાબર એક વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે,  ગત ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ હૃદયરોગના હુમલાને કારણે તેમના સ્નેહીજનોને રડતા મૂકી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી. તેમના અવસાનથી માત્ર રાજપારડી જ નહીં, પણ ભરૂચ સહિત અન્ય જિલ્લાના ગરીબોએ પોતાનો સાચો વાલી ગુમાવ્યો દીધો હતો. મિત્રો માટે જાન ન્યોછાવર કરવા તૈયાર રહેતા ઇમ્તિયાઝ બાપુ ભલે આજે શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પણ તેમના સેવાકીય કાર્યો અને માનવતાની મહેક હંમેશા જીવંત રહેશે.

    અલ્લાહ ઇમ્તિયાઝ બાપુને જન્નતમાં આલા મકામ આપે તેવી જ દરેક ચાહકની દુઆ છે. આમીન…

    Post Views: 204
    રાજપારડીના રેતીવાળા બાપુ: ગરીબોના એવા બેલી જેમણે જમણા હાથે દાન કર્યું તો ડાબા હાથને પણ ખબર પડવા ન દીધી
    Previous Articleપોલીસનું શિવા ટકલા પર ફાયરિંગ
    Next Article સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ભાજપ-કોંગ્રેસના નેતાઓને પક્ષપલટો

    Related Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    July 27, 2026

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    May 5, 2026

    ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી : પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો, મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો

    December 25, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.